તળાજાના ધારડી ગામે મતદાનનો બહિષ્કાર

News - વલભીપુરમાં મતદાન કરવા માટે સુરતથી 12 બસો ભરી મતદારો આવ્યા

Divyabhaskar.com Apr 24, 2019, 06:00 AM IST
તળાજા તાલુકાના ધારડી ગામે નેશનલ હાઇવે પર બ્રિજ બનાવવા પ્રશ્ને થોડા દિવસ પહેલા મતદાન બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

જિલ્લામાં તળાજામાં 56.18 ટકા મતદાન થયું હતું. સિહોરમાં 60 ટકા મતદાન થયેલ. વલભીપુર તાલુકામાં સરેરાશ 57 ટકા જેટલું મતદાન થયું હતું તાલુકાના કાનપુર ગામે મતદારો સાથે ઓળખકાર્ડ બાબતે ડખ્ખો થયો હતો જેથી અડધો કલાક મતદાન બંધ રહયું હતું વલભીપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન માટે સુરતથી 12 બસો ભરીને મતદારોને લાવવામાં આવ્યો હતા.

પાલિતાણા તાલુકામાં પણ શાંતિપૂર્ણ 60 ટકા જેટલું મતદાન થયું હતું.ગઢડા તાલુકાના ધ્રફણીયા ગામે બુથ નંબર 2 માં બોગસ મતદાન થયું હોવાની કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મનહરભાઇ પટેલે ફરિયાદ કરી નવેસરથી ચૂંટણી કરવા અને જવાબદારો સામે પગલા ભરવા માંગ કરી હતી.

Next Story

મર્ડર / ભાવનગરના ઘાંઘળીમાં પત્નીને બાંધીને પતિની હત્યા, 2 કિલો સોના-ચાંદીની લૂંટ

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar News - the boycott of voting in talaja karrad village 060005
(News in Gujarati from Divya Bhaskar)