લોકોએ મતદાનના સ્થળે જવા પોતાની મેળે જ વાહન વ્યવસ્થા કરી

News - ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર માટે સોલંકી બંધુઓની ગેરહાજરીના કારણે પણ લોકોમાં નિરસતા જોવા મળી

Divyabhaskar.com Apr 24, 2019, 05:56 AM IST
મતદારોને મતદાનના દીવસે આકર્ષવા માટે તેને તેના ઘરથી મતદાન મથક સુધી લાવવા માટે વાહનની વ્યવસ્થા ઉમેદવારો દ્વારા કરવામાં આવે તો તે ગેરકાયદે ગણાય. તેમ છતાં આ વ્યવસ્થા ઉમેદવારો ગેરકાયદે રીતે કરતા હતા. આ વખતે આ વ્યવસ્થા ન થતાં કેટલાક લોકોએ મતદાન પ્રત્યે નિરસતા દાખવી હતી. બપોર સુધી કોઇ ઉમેદવાર દ્વારા વાહન વ્યવસ્થા ન થતાં લોકોએ પોતાની રીતે વાહન વ્યવસ્થા કરવાનું ચાલુ કરી દીધું હતું.

ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય રીતે વાડી વિસ્તારમાં રહેતા કે ગામના પરા વિસ્તારમાં એટલે કે ગામથી થોડાં દૂર રહેતા લોકોને મતદાન માટે લાવવા-લઇ જવા માટે ઉમેદવારો દ્વારા વાહનોની વ્યવસ્થા કરવામાં આવતી હોય તેવો ચાલ છે પરંતુ આ વખતે બાડી, પડવા, સુરકા, નવારતનપર, જૂનારતનપર, ગુંદી, કોળીયાક, કુડા, હાથબ વગેરે ઘોઘાબારાંનાં ગામોમાં આવી કોઇ વ્યવસ્થા જોવા મળી નહોતી. લોકો સ્વૈચ્છિક રીતે પોતાની વાહન વ્યવસ્થા કરીને સમુહમાં મતદાન માટે આવતા જોવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાવનગર, તળાજા અને ઘોઘા તાલુકાનો મોટા ભાગનો વિસ્તાર ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકીનો મતવિસ્તાર છે અને સોલંકી બંધુઓનું પ્રભુત્વ છે અને આ વિસ્તારમાં આ ચૂંટણી વેળા ભાજપનો પ્રચાર કરવા માટે બિમાર હોવાને કારણે પુરુષોત્તમભાઇ તો આવી શકે તેમ જ નહોતા પરંતુ પક્ષના હોવાના નાતે હિરાભાઇ સોલંકી કે દિવ્યેશ સોલંકીએ પણ પ્રચાર હેતુથી મુલાકાત લીધી નથી ત્યારે આ બાબતે અનેક પ્રકારની ચર્ચાઓ અટકળો સાંભળવા મળી રહી છે. આ બાબતની અસર આવનારા ચૂંટણી પરિણામોમાં પણ પડી શકે તેમ માનવામાં આવી રહ્યું છે.

Next Story

મર્ડર / ભાવનગરના ઘાંઘળીમાં પત્નીને બાંધીને પતિની હત્યા, 2 કિલો સોના-ચાંદીની લૂંટ

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar News - people go to the polling place to arrange their own vehicles 055646
(News in Gujarati from Divya Bhaskar)