Loading...

મહાવીર જૈન વિદ્યાલયની જમીનના કપાણ સામે જૈન સમાજમાં ભારે રોષ

ભાવનગર | શહેરમાં દબાણો દૂર કરવા અને પાર્કિંગની સુવિધા વધારવા મ્યુ. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી...

Divya Bhaskar Sep 12, 2018, 02:41 AM
ભાવનગર | શહેરમાં દબાણો દૂર કરવા અને પાર્કિંગની સુવિધા વધારવા મ્યુ. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ તાજેતરમાં મળેલી સાધારણ સભામાં અધ્યક્ષ સ્થાનેથી તળાજા રોડ પર 50 ફૂટ રોડના ઠરાવોને બહાલી આપવાના મામલે જૈન સમાજમાં રોષની લાગણી જન્મી રહી છે.

તળાજા રોડ પર મહાવીર જૈન વિદ્યાલય આવેલી છે, આ વિદ્યાલયની પાછળના ભાગે તળાજા રોડની પેરેરલ રોડ કાઢવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લી સાધારણ સભામાં અધ્યક્ષ સ્થાનેથી કરાયેલા ઠરાવોમાં આ રોડને 50 ફુટ કરવા બહાલી આપવામાં આવી છે.

પરંતુ જો 50 ફુટ રોડ બનાવવામાં આવે તો અહીં આવેલી મહાવીર જૈન વિદ્યાલયની જમીન કપાણમાં આવે છે, ભુતકાળમાં અહીં 15 જમીન વિદ્યાલયને કોર્પોરેશને જ આપી છે, હવે તે જમીન પરત લેવાની પેરવી સામે જૈન સમાજમાં નારાજગી જન્મી છે.

આ મામલે શાસક પક્ષની કોર કમિટી મળી હતી જેમાં જૈન નગરસેવકો કલ્પેશ વોરા, કુમાર શાહ અને આશાબેન બદાણીએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાનમાં જનરલ બોર્ડમાં આ ઠરાવનો વિરોધ કરનાર કોંગી કોર્પોરેટર ભરત બુધેલિયાને પણ તેમના કોઇ સંબધિની લીઝ પટ્ટાની ફાઇલ ખોલાવીને હેરાન કરવાની ચેતવણી શાસક પક્ષે આપી હતી.

કેટલો રસ્તો બનાવવો તે કયાં નક્કી છે?

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar - મહાવીર જૈન વિદ્યાલયની જમીનના કપાણ સામે જૈન સમાજમાં ભારે રોષ
(News in Gujarati from Divya Bhaskar)