Loading...

યોગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાવેણાની જાનવી મહેતાએ બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો

જાનવી જીજ્ઞેશભાઇ મહેતાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ મેળવીને ગુજરાત રાજયનું તેમજ ભાવનગરનું ગૌરવ વધાર્યુ

Divya Bhaskar Aug 31, 2018, 11:51 AM

ભાવનગર: તાજેતરમાં મહાબલ્લીપુરમ ખાતે યોજાયેલી યોગા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાવેણાની ટેલેન્ટેડ ખેલાડી જાનવી મહેતાએ બીજુ સ્થાન પ્રાપ્ત કરીને ભાવેણાનું નામ વધુ એક વખત રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યુ છે.


ભાવનગરનું ગૌરવ વધાર્યું
ચેન્નાઇના મહાબલ્લીપુરમ ખાતે ગત તા. 22 થી 26 ઓગસ્ટ દરમિયાન યોગ વર્લ્ડ ચેમ્પિયનશિપ સાથે ઇન્ડો ચાઇના યોગા ફેસ્ટીવલ, યોગ વર્લ્ડ ફેસ્ટીવલ, વર્લ્ડ યોગ કોન્ફરન્સ અને ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ-2018 યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજયમાંથી 9 મળી દેશભરમાંથી કુલ 412 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી ભાવેણાની જાનવી જીજ્ઞેશભાઇ મહેતાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ મેળવીને ગુજરાત રાજયનું તેમજ ભાવનગરનું ગૌરવ વધાર્યુ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં વિદેશના 124 જેટલા મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કુલ 1330 જેટલા ખેલાડીઓએ એક સાથે સેતુબંધાસન સતત 3 મીનીટ કરીને ગીનીઝ બુકમાં સ્થાન મેળવ્યુ હતુ. યોગ એન્ડ કલ્ચરલ એસોસીએશનની ખેલાડી જાનવી આ અગાઉ પણ ભારત માટે અનેક ગોલ્ડ મેડલ્સ મેળવી ચૂકી છે.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Janvi Mehta Second Rank In World Yoga Championship Of Bhavnagar
(News in Gujarati from Divya Bhaskar)