ભાવનગર / ચૂંટણી દિવસે જ પિતાનું મોત થયું, પુત્રએ પહેલા મતદાન પછી અંતિમક્રિયા કરી

  • ઘરમાં પિતાના મૃતદેહના ગમ સાથે ઉત્તરક્રિયા પૂર્વે પુત્રએ મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી
  • મતદાન કર્યા બાદ મૃતક પિતાજીની અંતિમવિધિ કરી હતી
  • ચૂંટણીના દિવસે જ ખુબ બીમાર હોવાથી પિતાનું મૃત્યુ થયું
Divyabhaskar.com Apr 24, 2019, 08:06 AM IST

ભાવનગર: લોકશાહીના મહાપર્વનું જે લોકો ઓછું મૂલ્ય આંકતા હોય તે લોકો માટે ભાવનગરના ક્ષત્રિય યુવાને એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું છે. લોકસભાની ચૂંટણીના આજે મતદાનના દિવસે જ બીમાર પિતા મૃત્યુ પામ્યા. ઈશ્વરે તો પરિવાર પરથી મોભીની છત્ર છાયા છીનવી લીધી પરંતુ રાષ્ટ્રભાવના અકબંધ રહે તે શુભ હેતુ સાથે મૃતક પ્રોઢ ના પુત્રએ પોતાના ઘરે પિતાનો મૃતદેહ હોવા છતાં મતદાન કરી પોતાની દેશ પ્રત્યેની ફરજ અદા કર્યા બાદ પિતાજીની અંતિમક્રિયા કરી હતી.

ઘણા શિક્ષિત લોકો દેશના મહાપર્વના દિવસે મતદાન નહીં કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ ચુકી જતા હોય છે. ત્યારે ભાવનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા 9 પાસ અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ખુમાનસિંહ પ્રવિણસિંહ ગોહિલ લોકશાહીના પર્વ પ્રત્યેની ફરજ અદા કરવામાં જરાય ઉણા ઉતર્યા નથી. ખુમાનસિંહ અને ધર્મેન્દ્રસિંહના પિતા પ્રવિણસિંહ ગોહિલ થોડા સમયથી માંદગીના બિછાને હતા. 

લોકસભાની ચૂંટણીના દિવસે પ્રવીણસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. ભાઈની રાહ અને ઉત્તરક્રિયામાં કેટલો સમય જાય તે નિશ્ચિત નહીં હોવાથી, ઉત્તરક્રિયા દરમિયાન મતદાનનો સમય ચાલ્યો જાય. જેથી ઘરના મોભીની વિદાયના ગમ વચ્ચે પિતાનો મૃતદેહ ઘરમાં જ હોવા સાથે ઉત્તરક્રિયા પૂર્વે મૃતક પ્રવિણસિંહ ના પુત્ર ખુમાનસિંહ અને તેના પારિવારિક ભાઈઓ સહિતનાએ પ્રથમ પ્રાધાન્ય મતદાનને આપ્યું હતું. મતદાન કર્યા બાદ પિતાજીની અંતિમવિધિ પૂર્ણ કરી હતી.

Share
Next Story

તળાજાના ધારડી ગામે મતદાનનો બહિષ્કાર

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Father died on election day, Son voted first after did his Fathers funeral at bhavnagar
(News in Gujarati from Divya Bhaskar)