Loading...

કારજમાં કેમ આવ્યો? કહી યુવાન પર 4 શખ્સનો હુમલો

News - લીલીયા તાબાનાં લોકી ગામની ઘટના જુના સાવરની ખેતમજૂર કિશોરીને કાળ ભેટી ગયો પાઇપ વડે હુમલો કરી મારી...

Divyabhaskar.com Apr 18, 2019, 05:51 AM IST
બગસરા તાબાના માણેકવાડા ગામે રહેતા એક યુવકને કારજમા કેમ આવેલ છો કહી ચાર શખ્સોએ પાઇપ વડે મારમારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવક પર હુમલાની આ ઘટના બગસરા તાબાના માણેકવાડા ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા રત્નાભાઇ જેસીંગભાઇ પરમાર (ઉ.વ.58)ના ઘરે મધુભાઇ બીજલભાઇ, રસીકભાઇ મધુભાઇ, ચંદુભાઇ બીજલભાઇ, ભાણાભાઇ વિગેરે ઘરે આવી બનેવી ભીખુભાઇ શંભુભાઇના કારજમા તમે કેમ આવેલ તેમ કહી બોલાચાલી કરી હતી.

બામા ગાળો આપી લોખંડના પાઇપ વડે હુમલો કરી મારમાર્યો હતો. આ ઉપરાંત તેમના દિકરા અશ્વિનને પણ મારમાર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે જે.કે.ડામોર તપાસ ચલાવી રહ્યાં છે.

Share
Next Story

અમરેલી સીટ પર 7 વખત કોંગીને, 6 ભાજપને, 1 વાર જનતાદળને સફળતા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - why did you come to the car 4 assault attack on young man 055116
(News in Gujarati from Divya Bhaskar)