શહેરમાં કુલ 79 મતદાન કેન્દ્ર આવેલા છે. ત્યારે શહેરના

News - શહેરમાં કુલ 79 મતદાન કેન્દ્ર આવેલા છે. ત્યારે શહેરના ખેડૂત કેન્દ્ર ખાતે મતદારો પોતાના મતઅધિકારનો ઉપયોગ કરવા...

Divyabhaskar.com Apr 24, 2019, 05:50 AM IST

શહેરમાં કુલ 79 મતદાન કેન્દ્ર આવેલા છે. ત્યારે શહેરના ખેડૂત કેન્દ્ર ખાતે મતદારો પોતાના મતઅધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા હતા. જેના પગલે લાંબી લાઈન જોવા મળી હતી. પણ આ કેન્દ્ર ખાતે મતદારોને પંખાની વ્યવસ્થા ન હોવાથી મતદારોને ગરમીનો સામનો કરી મતદાન કરવું પડ્યું હતું. તેમ અહીં સવારથી પીવાની પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી ન હતી. ત્યારે બાદ મતદારો પાણી માંગતા 11 વાગ્યે પાણી મગાવવામાં આવ્યું હતું.શહેરના બહારપરા વિસ્તારમાં રહેતા સલીમભાઈ જુસભભાઈએ જણાવ્યું હતું કે બહારપરા મોટા ખાટકીવાડમાં મતદારોને સ્લીપો જ આપવામાં આવી ન હતી. જેના કારણે અમારે મતદાન કેન્દ્ર શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પણ અમે મહા મુસીબતે અમારૂ મતઅધિકારનો ઉપયોગ કર્યો છે. અમારે ત્યા કોઈ સરકારી તંત્ર પણ મતદાનની સ્લીપો દેવા આવ્યું નથી.

Share
Next Story

ચોરાપા વિસ્તારમાં ગટરની લાઈન તૂટતાં ગંદકી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - there are total 79 polling stations in the city then the city 055009
(News in Gujarati from Divya Bhaskar)