દરેડ ગામે ખેતીનાં સાધનની ચોરી કરતી મહિલા ઝડપાઇ

News - પોલીસે રૂ. 3100નો મુદ્દામાલ કબ્જે કર્યો

Divyabhaskar.com Apr 18, 2019, 05:50 AM IST
બાબરાના દરેડ ગામમાં ખેડૂતના ખેતરમાંથી ખેતીના સાધનની ચોરી કરતી મહિલા ઝડપાઇ હતી. બાબરા પોલીસે રૂ. 3100નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરેડમાં રહેતા દેવરાજભાઈ નાથાભાઈ માકડાના ખેતરમાં બાબરામાં રહેતા જાનવીબેન મકવાણા જઈ ખેતરમાં રેહલા લોખંડનો ભંગાર ચોરી કરતા રંગે હાથ ઝડપાય ગયા હતા. જેના પગલે દેવરાજભાઈએ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા પાસેથી બે મોટરના તાતર, બોરની બારી, સાતીને બાંધવાનાં લોંખંડના ટુકડા, મોટરની પુલી સહિત રૂ. 3100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરેડ ગામમાં ખેતરમાં ચોરી કરતી મહિલા ઝડપાતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો હતો. બાબરા પોલીસે મહિલા વિરૂધ્ધ ફરિયાદ નોંધી જેલ હવાલે કરી હતી.

Next Story

લોકસભા / ગોળા ફેંકવાનું મશીન ગુજરાત આવી ગયું છે, PMએ અમરેલીમાં 8 હજાર લોકોની જંગી સભા સંબોધીઃ ધાનાણી

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - the woman caught stealing farm equipment in the village of dread village 055056
(News in Gujarati from Divya Bhaskar)