વાંકીયામાં પ્રેમસંબંધ મુદ્દે યુવક પર પાઇપ વડે હુમલો

News - મારી નાખવાની ધમકી આપી : રાવ

Divyabhaskar.com Apr 24, 2019, 05:50 AM IST
અમરેલી તાબાના વાંકીયા ગામે રહેતા એક યુવકને યુવતી સાથે પ્રેમસંબંધ મુદે રસ્તામા આંતરી બે શખ્સોએ પાઇપ વડે મારમારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવક પર હુમલાની આ ઘટના અમરેલીના વાંકીયા ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર

અહી રહેતા વિપુલભાઇ રાજુભાઇ વડેચા (ઉ.વ.23) નામના યુવકને બાબુભાઇ જીવરાજભાઇ દાતવાડીયા તેમજ અમરાભાઇ ઉર્ફે અમરાએ પ્રેમસંબંધ મુદ્દે રસ્તામા આંતર્યો હતો. બંને શખ્સોએ તેને લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી.

આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બંને સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધવામાં આવી છે.

બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ પી.કે.ચૌહાણ વધુ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

Share
Next Story

ચોરાપા વિસ્તારમાં ગટરની લાઈન તૂટતાં ગંદકી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - pipe attack with youth on love affair in vankia 055024
(News in Gujarati from Divya Bhaskar)