અમરેલી, બાબરા, કુંડલા તા.પં ની આઠ સીટની 7ઓકટો. પેટા ચૂંટણી

News - 17મીથી ઉમેદવારીપત્રો ભરવાનો આરંભ કરવામાં આવશે

Divyabhaskar.com Sep 12, 2018, 02:01 AM IST
અમરેલી તાલુકા પંચાયતની ખાલી પડેલી 6 સીટ તથા બાબરા અને સાવરકુંડલા તાલુકા પંચાયતની 1-1 સીટની પેટા ચુંટણી આગામી 7મી ઓકટોબરે યોજાશે. આ કાર્યક્રમ ચુંટણીપંચ દ્વારા જાહેર કરાતા આગામી 17મી તારીખથી આ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.

રાજયના ચુંટણીપંચ દ્વારા અમરેલી તાલુકા પંચાયતની મોટા આંકડીયા, નાના આંકડીયા, ગાવડકા, જસવંતગઢ, પ્રતાપપરા અને વડેરા એમ 6 સીટ માટે પેટા ચુંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આવી જ રીતે બાબરા તાલુકા પંચાયતની ઉંટવડ સીટ તથા સાવરકુંડલા તાલુકા પંચાયતની ઘાંડલા સીટ માટે પણ પેટા ચુંટણી યોજાશે. ચુંટણીપંચ દ્વારા આ કાર્યક્રમ જાહેર થતાની સાથે આદર્શ આચાર સંહિતા અમલી બની છે.

17મી તારીખે નોટીસ પ્રસિધ્ધ થતા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે જે 22મી સુધી ચાલશે. 24મીએ ઉમેદવારીપત્રોની ચકાસણી તથા 25મીએ ફોર્મ પરત ખેંચી શકાશે. આગામી 7મી ઓકટોબરે સવારે 8 થી સાંજના 5 સુધી મતદાન યોજવામા આવશે. જયારે આગામી 9મી તારીખે મતગણતરી હાથ ધરવામા આવશે. તાલુકા પંચાયતની આ પેટા ચુંટણીમા પણ ઉમેદવારે પોતાનો ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત અને મિલકત દેવા અંગેનુ સોગંદનામુ રજુ કરવુ પડશે.

Share
Next Story

લાઠીમા શિવાજી ચોક આહિર શેરીમા બોલેરો ગાડી પાછળ લેવા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli - અમરેલી, બાબરા, કુંડલા તા.પં ની આઠ સીટની 7ઓકટો. પેટા ચૂંટણી
(News in Gujarati from Divya Bhaskar)