Loading...

બગસરામાં તસ્કરો 3 દુકાનોમાંથી રૂ. 30 હજારની મત્તા સાથે નાસ્તો પણ કરતા ગયા

જિલ્લામાં ફરી તસ્કરોની રંજાડ વધી, રાત્રિનાં પેટ્રોલીંગ વધારવા માંગ

Divya Bhaskar Sep 12, 2018, 02:01 AM
અમરેલી જિલ્લામા તસ્કરોની રંજાડ વધી છે. ત્યારે બગસરામા ભુતનાથ મંદિરની બાજુમા આવેલ એક પાનની દુકાન તેમજ અન્ય બે દુકાનો મળી ત્રણ દુકાનોમા તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ કુલ રૂા. 30 હજારનો મુદ્દામાલ ઉઠાવી જતા આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

ત્રણ દુકાનોમા તસ્કરો ત્રાટકયાની આ ઘટના બગસરામા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા પ્રફુલભાઇ છગનભાઇ બાબરીયાની પાનની દુકાનમા રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ તાળા તોડી કાઉન્ટરમા રાખેલ રોકડ તથા પરચુરણ મળી કુલ રૂા. 30 હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.

આ ઉપરાંત તસકરો વ્રજભુમિ બિલ્ડીંગમા પણ ત્રાટકયા હતા. અહી તાળા તોડવાની કોશિષ કરી હતી. આ ઉપરાંત અન્ય એક દુકાનમા તસ્કરો ખાંડની 50 કિલોની બોરીની પણ ચોરી કરી લઇ ગયા હતા. શહેરમા તસ્કરોની રંજાડના કારણે લોકોમા ફફડાટ ફેલાયો છે. બનાવ અંગે એએસઆઇ એ.એન.કુરેશી તપાસ ચલાવી રહ્યાં છે.

તસ્કરોએ વેફર, બિસ્કીટનો નાસ્તો પણ કર્યો

રાત્રીના સમયે તસ્કરોએ ત્રણ દુકાનોને નિશાન બનાવી હતી. તસ્કરોએ એક દુકાનમા બિસ્કીટ, વેફર અને સોડાનો નાસ્તો પણ કર્યો હતો.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli - બગસરામાં તસ્કરો 3 દુકાનોમાંથી રૂ. 30 હજારની મત્તા સાથે નાસ્તો પણ કરતા ગયા
(News in Gujarati from Divya Bhaskar)