Loading...

સાવરકુંડલાનાં ભેંકરામાં અડધો ઇંચ મેઘ મહેર, અન્યત્ર કોરુધાકોડ

સારા વરસાદની આશ બંધાઇ હતી : જો કે ધરતીપુત્રો નિરાશ

Divya Bhaskar Sep 12, 2018, 02:01 AM
અમરેલી જિલ્લામા અનેક સ્થળે બે દિવસ ઝાપટા વરસ્યા બાદ આજથી આકાશમા વરસાદી વાદળો ગાયબ થઇ ગયા હતા. અનેક વિસ્તારોમા હજુ પણ ખેડૂતોને સારા વરસાદની જરૂર છે. જો કે હાલ તો વરસાદના કોઇ એંધાણ જણાતા ન હોય ખેડૂતો પણ ચિંતામા પડયા છે. સાવરકુંડલા પંથકમા આજે બપોરબાદ આકાશમા વરસાદી વાદળો ઘેરાયા હતા. અહીના ભેંકરા ગામે અડધો ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. તો વંડા અને પીયાવામા વરસાદી ઝાપટુ પડી ગયુ હતુ.

બે દિવસથી અમરેલી, લાઠી, સાવરકુંડલા પંથક તેમજ રાજુલા પંથકમા વરસાદથી ઝાપટા પડી ગયા હતા. ગઇકાલે તો રાજુલા તેમજ ખાંભાના કેટલાક વિસ્તારોમા અડધાથી લઇ એકાદ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. હજુ અનેક વિસ્તારો એવા છે કે જયાં ચોમાસા દરમિયાન ઓછો વરસાદ પડયો છે અને ખેડૂતો હજુ પણ સારા વરસાદની આશ લઇને બેઠા છે. જો કે આજે અમરેલી સહિત એકેય વિસ્તારમા વરસાદના વાવડ સાંપડયા ન હતા.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli - સાવરકુંડલાનાં ભેંકરામાં અડધો ઇંચ મેઘ મહેર, અન્યત્ર કોરુધાકોડ
(News in Gujarati from Divya Bhaskar)