Loading...

અમરેલી શહેરમાં કમાણી સાયન્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી

ઉજવણી | ડો.જીવરાજ મહેતા અને મેજર ધ્યાનચંદની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા

Divya Bhaskar Sep 12, 2018, 02:01 AM
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલીત કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આર્ટસ કોલેજના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખેલ ડેની ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.

આ દિવસ નિમીતે કોલેજના પ્રિન્સીપાલ એ.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ મેજર ધ્યાનચંદ્ર જન્મ જયંતિ અંતર્ગત રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી અને અમરેલી સપુતને સમતાના મેર એવોર્ડ આપી ડો.જીવરાજ મહેતાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પધારેલ ઓલ ઈન્ડીયા એથલેટીક ચેમ્પીયન કાસમભાઈ કુરેશી, પરવાડીયાભાઈના હસ્તક કોલેજના પરિવારને ડો.જીવરાજ મહેતા અને મેજર ધ્યાનચંદ્રની પ્રતિમાઓને પુષ્પપહાર કરી કાર્યક્રમને ખુલ્લો મુકેલ હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વકતવ્ય, દેશભક્તિના ગીત, લઘુનાટક, રજુ કર્યા હતા. તેમજ પધારેલા મહેમાનોનું પ્રિન્સીપાલ ડો. અતુલભાઇ એચ.પટેલે શાલથી સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓને ચંદ્રવાડીયાભાઈએ ખેલનું મહત્વ સમજાવ્યું હતું. આ ખેલ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં કોલેજના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli - અમરેલી શહેરમાં કમાણી સાયન્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી
(News in Gujarati from Divya Bhaskar)