અમરેલી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે ત્રિવેદીની વરણી

News - ઉપપ્રમુખ પદે પરાગ ત્રિવેદી અને મહામંત્રી પદે તુષાર જોષી વરાયા

Divyabhaskar.com Sep 12, 2018, 02:01 AM IST
અમરેલી જિલ્લાની બ્રહ્મસમાજના હોદ્દેદારોની વરણી માટે ગઇકાલે બેઠક મળી હતી. જેમા જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે ઉદયનભાઇ ત્રીવેદીની વરણી કરવામા આવી હતી. બેઠકમા તમામ મંડલના હોદ્દેદારો હાજર રહ્યાં હતા. અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની આ બેઠક મુળશંકરભાઇ તેરૈયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના નિરીક્ષક ડી.જી.મહેતા, છેલભાઇ જોષી, ચેતનભાઇ પંચોળી, ગીરીશભાઇ રાજયગુરૂ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. આગામી ટર્મ માટે નવા પ્રમુખ તરીકે ઉદયનભાઇ ત્રીવેદી, મહામંત્રી તરીકે તુષારભાઇ જોષી, ઉપપ્રમુખ તરીકે પરાગભાઇ ત્રિવેદી તથા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના કારોબારી સભ્ય તરીકે અશ્વિનભાઇ ત્રિવેદી અને અશ્વિનભાઇ મહેતાની વરણી કરાઇ હતી. બેઠકમા પુર્વ પ્રમુખ પરેશભાઇ આચાર્ય અને મંડલના હોદેદારો હાજર રહ્યાં હતા. નવા પ્રમુખ ઉદયનભાઇ ત્રિવેદીએ બ્રહ્મસમાજને સંગઠિત કરવા રચનાત્મક કાર્યો પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મુકયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીમા ભગવાન પરશુરામના મંદિરનુ નિર્માણકાર્ય પણ ચાલી રહ્યું છે.

Share
Next Story

લાઠીમા શિવાજી ચોક આહિર શેરીમા બોલેરો ગાડી પાછળ લેવા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli - અમરેલી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે ત્રિવેદીની વરણી
(News in Gujarati from Divya Bhaskar)