Loading...

દહેજ પેટે 1 કરોડ માંગી પરિણીતાને સાસરીયાઓ માવતરે મુકી ગયા

મેણાટોણાં અને ઢીકાપાટુનો મારમારી ધમકી આપતા પોલીસમાં રાવ

Divya Bhaskar Sep 12, 2018, 02:00 AM
મુળ અમરેલીની અને આંધ્રપ્રદેશ સાસરે રહેતી એક પરિણિતાને તેના પતિ સહિત સાસરીયાઓ મેણાટોણા મારી દુખત્રાસ આપી ઢીકાપાટુનો મારમારી તેમજ દહેજ પેટે એક કરોડની માંગણી કરી પરિણિતાને અમરેલી માવતરે મુકી જઇ વિશ્વાસઘાત કરતા આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બારામાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

પરિણિતાને ત્રાસની આ ઘટના અમરેલીમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીના હાઉસીંગબોર્ડ સોસાયટીમા રહેતી કોમલબેન રાજર્શી ક્રિષ્નાપ્રસાદ મતી નામની મહિલાના લગ્ન બાદ એકાદ માસમા તેના પતિ રાજર્શી તથા સાસુ શ્રીદેવી મતી, સસરા ક્રિષ્નાપ્રસાદે અવારનવાર મેણાટોણા મારી ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો.

આ ઉપરાંત કોમલબેનની નોકરી મુકાવી લગ્નમા મળેલ સોના ચાંદીના દાગીના તથા ગીફટ વિગેરે માંગવા છતા પરત નહી આપી તેને માતાના ઘરે સારવાર કરવાના બહાને મુકી ગયા હતા. આ ઉપરાંત હોસ્પિટલ બનાવવાના બહાને તેની પાસે દહેજ પેટે તેમજ કોમલબેનને રાખવા માટે એક કરોડની માંગણી કરી માનસિક દુખત્રાસ આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પીએસઆઇ એમ.એચ.જેતપરીયા તપાસ ચલાવી રહ્યાં છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli - દહેજ પેટે 1 કરોડ માંગી પરિણીતાને સાસરીયાઓ માવતરે મુકી ગયા
(News in Gujarati from Divya Bhaskar)