ચલાલામાં આજે સેવા સેતુ કાર્યક્રમ, પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાશે

News - વોર્ડનં 1થી 6નાં રહીશો માટે કરવામાં આવ્યું આયોજન

Divyabhaskar.com Sep 12, 2018, 02:00 AM IST
ચલાલામાં આવતીકાલે ધારી તાલુકા વહીવટી તંત્ર અને ચલાલા નગરપાલિકાના સયુંકત ઉપક્રમે વોર્ડ નંબર 1થી6નો એમ.કે.સી.હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં લોકોના વિવિધ વિભાગોના પ્રશ્નનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે.

ધારી તાલુકાના ચલાલામાં આવતીકાલે વોર્ડ નંબર 1થી6ના લોકો માટે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં આ વોર્ડમાં રહેતા લાભાર્થીઓને સ્થળ ઉપર જ આવકના પ્રમાણપત્ર, જાતિનાં પ્રમાણપત્ર, કીમિલેયરના પ્રમાણપત્ર, ડોમિસાઈલ પ્રમાણપત્રને લગતી રજૂઆતો તેમજ રેશનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, માં અમૃતમ યોજનાઓ, વત્સલ્યકાર્ડ, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત,સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની સ્કીમો, વ્યકિતગત લાભો માટેની અરજીઓ, વરિષ્ટ નાગરીકતા પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાઓ, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય, જન્મ મરણના દાખલાઓ તેમજ વિવિધ વિભાગોની રજુઆતનો નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લોકોને પધારવા માટે વહીવટી તંત્રએ અપીલ કરી છે. તેમજ સેવા સેતુમાં તાલુકા કક્ષાના વિવિધ વિભાગના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Share
Next Story

અમરેલીના રાજુલા પંથકના પુર્વ ધારાસભ્ય દ્વારા 17 ગામોમાં ગણેશ મુર્તિનું વિતરણ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli - ચલાલામાં આજે સેવા સેતુ કાર્યક્રમ, પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાશે
(News in Gujarati from Divya Bhaskar)