Loading...

લાઠીમા શિવાજી ચોક આહિર શેરીમા બોલેરો ગાડી પાછળ લેવા

લાઠીમા શિવાજી ચોક આહિર શેરીમા બોલેરો ગાડી પાછળ લેવા મુદ્દે ઠપકો આપવા જતા 11 શખ્સોએ તલવાર, પાઇપ, લાકડી અને કુહાડી...

Divya Bhaskar Sep 12, 2018, 02:00 AM

લાઠીમા શિવાજી ચોક આહિર શેરીમા બોલેરો ગાડી પાછળ લેવા મુદ્દે ઠપકો આપવા જતા 11 શખ્સોએ તલવાર, પાઇપ, લાકડી અને કુહાડી જેવા હથિયારે વડે યુવક પર હુમલો કરી ઇજા પહોંચાડતા આ બારામા લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

યુવક પર હુમલાની આ ઘટના લાઠીમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા સુરેશ ઉર્ફે મુન્નાએ બોલેરો ગાડી પાછળ લેવા મુદ્દે ઠપકો આપતા મોહસીન સલીમ, સદામ, ટીણો, સફલો, સોહિલ, ટપી, મોઇનુદીન, મહમદ, શાહરૂખ, સલીમ કરીમ સહિતે તલવાર, પાઇપ, લાકડી અને કુહાડી જેવા ઘાતક હથિયારે વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બારામા ભરતભાઇ બાબુભાઇ બતાએ લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પીએસઆઇ ડી.એ.તુવર તપાસ ચલાવી રહ્યાં છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli - લાઠીમા શિવાજી ચોક આહિર શેરીમા બોલેરો ગાડી પાછળ લેવા
(News in Gujarati from Divya Bhaskar)