એસટી વર્કશોપમાં દારૂ પી કર્મચારીને ડ્રાઇવરે માર માર્યો

News - બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

Divyabhaskar.com Apr 24, 2019, 05:50 AM IST
બગસરામા એસટી ડેપો વર્કશોપમા રાજકોટ બગસરા રૂટની બસ રાખી ડ્રાઇવર દારૂ પીતો હોય કર્મચારીએ ના પાડતા તેણે ઉશ્કેરાઇ જઇ મારમારતા આ બારામા તેણે બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

એસટી કર્મચારીને મારમાર્યાની આ ઘટના બગસરામા બની હતી.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી નંદલાલ ઉર્ફે રાજુભાઇ અગ્રાવત ડેપો વર્કશોપમા ગાડી નં જીજે 18 1835 રાજકોટ બગસરા રૂટની બસ રાખી ત્યાં દારૂ પી રહ્યો તે દરમિયાન એસટીનાં અન્ય કર્મચારી નિરંજનભાઇ ગોરધનભાઇ નિમાવતે તેને દારૂ પીવાની ના પાડી હતી. જેના કારણે તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો આપી જતો રહ્યો હતો.

બાદમા અન્ય બે ત્રણ માણસોને બોલાવી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા તેની સામે બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જે.આર.દાંતી તપાસ ચલાવી રહ્યાં છે.

Share
Next Story

ચોરાપા વિસ્તારમાં ગટરની લાઈન તૂટતાં ગંદકી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - in the st workshop the drunken p employee was hit by the driver 055028
(News in Gujarati from Divya Bhaskar)