લીલીયા બાયપાસ નજીક અજાણ્યા ટ્રક ચાલકે સીસીટીવી કેમેરાનો પોલ તોડ્યો

News - જાગૃત નાગરીકે અકસ્માત અંગે જાણ કરી ત્યારે પોલીસને ખબર પડી

Divyabhaskar.com Apr 24, 2019, 05:50 AM IST
શહેરના સાવરકુંડલા ચોકડી નજીક લીલીયા બાયપાસ રોડ પર 18 એપ્રીલના રોજ અજાણ્યા ટ્રક ચાલકે પોલીસે રાખેલા સીસીટીવી કેમેરાનો પોલ તોડી નાખ્યો હતો. જેના પગલે લાખો રૂપિયાના કેમેરાને નુકશાન પણ થયું હતું. 18 એપ્રીલના રોજ ટ્રક ચાલકે પોલ તોડયો પણ અમરેલી પોલીસને આજે જાગૃત નાગરીકે જાણ કર્યા બાદ ખબર પડી છે. શહેરમાં જુદી જુદી જગ્યા પર લોકોની સુરક્ષા માટે 332 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યારે 18મી એપ્રીલના રોજ લીલીયા બાયપાસ પાસે આવેલા સીસીટીવી કેમેરાનો પોલ અજાણ્યા ટ્રક ચાલકે તોડી નાખ્યો હતો. પણ નવાઈની વાત તો એ છે કે છેલ્લા ચાર દિવસથી સીસીટીવી સાથે તુટેલા પોલની જાણ આજે અમરેલીના અધિકારીઓને થઈ હતી. જે પણ એક જાગૃત નાગરીક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે લીલીયા બાયપાસ રોડ પર આપના સીસીટીવી પોલને કોઈ તોડી ચાલ્યું ગયું છે.

સીસીટીવી તુટવાના જાણ થતા ટ્રાફિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો. ત્યારે શહેરમાં હજુ કમાન્ડ કંન્ટ્રોલ રૂમ ઉભો પણ કરવામાં આવ્યો નથી. ત્યાં જ સીસીટીવી કેમેરા તુટવા લાગ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં પોલીસ કેટલા સમય સુધી આ કેમેરાઓને સાચવી શકે છે. ચાર દિવસ બાદ પણ પોલીસને જાણ નહી થતા આ કીસો પોલીસ માટે લાલ બતી સમાન છે.

Share
Next Story

ચોરાપા વિસ્તારમાં ગટરની લાઈન તૂટતાં ગંદકી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - cctv cam broke a stranded truck running near lilia bypass 055017
(News in Gujarati from Divya Bhaskar)