અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રણ નશો કરેલી હાલતમાં ઝડપાયા

News - ભાજપના ઉમેદવાર વિરૂદ્ધની પત્રીકાઓ દુકાનોમાં નાખતા હતા

Divyabhaskar.com Apr 24, 2019, 05:50 AM IST
ગઇસાંજે પ્રચારના ભુંગળા શાંત થયા બાદ અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલીત ઠુમ્મર, અમરેલી પાલીકા ઉપપ્રમુખ શકીલ અહેમદ સૈયદ સહિત 15 કોંગી કાર્યકરો ભાજપના ઉમેદવાર વિરૂધ્ધની પત્રીકા દુકાને દુકાને નાખી રહ્યા હોય પોલીસે તમામની આચાર સંહિતાના ભંગ હેઠળ ધરપકડ કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રણ નશો કરેલી હાલતમાં હોય અલગથી ગુનો નોંધાયો હતો.

ગઇરાત્રે ચલાલાના વિશાલ રસીકભાઇ સરધારા નામના કાર્યકરે સીટી પોલીસને કેટલાક શખ્સો દુકાને દુકાને નીચેથી પત્રીકાઓ નાખતા હોવાની રજુઆત કરી હતી. પ્રચારનો સમય પૂર્ણ થઇ ગયો હોય આચાર સંહિતા ભંગની ફરીયાદ મળતા સીટી પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમે દોડી જઇ ભાજપના ઉમેદવાર નારણભાઇ કાછડીયા વિરૂધ્ધ ગૌચરની જમીનમાં દબાણ કર્યુ હોવાના આક્ષેપવાળી પત્રીકાઓનું વિતરણ કરતા 15 શખ્સોને ઝડપી લીધા હતાં. શહેર કોંગ્રેસ પ્રમુખ લલીત ઠુમ્મર, પાલીકા ઉપપ્રમુખ શકીલઅહેમદ સૈયદ ઉપરાંત કૌશીક વઘાસીયા, દિપક ચૌહાણ, ઝુબેર કુરેશી, ઇમરાન સુમરા, અલી કાદરી, અહેસાન ઘાણીવાળા, મયુર ચૌહાણ, ગૌતમ ટીમાણી, અમીર ચૌહાણ, શકીલ અદ્રેશી, અહેમદ લોદી, સલીમ ચૌહાણ અને આસીફ કુરેશી નામના શખ્સોની ધરપકડ કરાઇ હતી.

પકડાયેલા આ તમામ કાર્યકરોને પોલીસે આખો દિવસ પણ પોલીસ મથકે બેસાડી રાખ્યા હતાં.

Share
Next Story

ચોરાપા વિસ્તારમાં ગટરની લાઈન તૂટતાં ગંદકી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - amreli city congress president was arrested in three drunken condition 055020
(News in Gujarati from Divya Bhaskar)