Loading...

વોટસએપમાં મેસેજ કરવા મુદ્દે યુવક પર 3 નો હુમલો

News - પાઇપ, પથ્થરનાં છુટા ઘા મારી ઇજા કરી

Divyabhaskar.com Apr 18, 2019, 05:51 AM IST
લાઠી તાબાના નારણગઢ ગામે રહેતા એક યુવકને વોટસએપમા મેસેજ કરવા મુદ્દે બોલાચાલી કરી ત્રણ શખ્સોએ પાઇપ અને પથ્થરના છુટા ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા દામનગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવક પર હુમલાની આ ઘટના લાઠીના નારણગઢ ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા કિપાલભાઇ લખુભાઇ પટગીર નામના યુવકને પાર્થ જુજારભાઇ પરમાર સાથે વોટસએપમા મેસેજ કરવા મુદે બોલાચાલી કરી જુજારભાઇ પરમાર, પ્રશાંતભાઇ જુજારભાઇ નામના શખ્સોએ કિપાલ અને હેનીલને પાઇપ અને પથ્થરના ઘા મારી ઇજા પહોંચાડી હતી.

આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમણે આ બારામા દામનગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

Share
Next Story

અમરેલી સીટ પર 7 વખત કોંગીને, 6 ભાજપને, 1 વાર જનતાદળને સફળતા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - 3 attacks on youth on messaging in whatsappspace 055059
(News in Gujarati from Divya Bhaskar)