લોકસભા / ગોળા ફેંકવાનું મશીન ગુજરાત આવી ગયું છે, PMએ અમરેલીમાં 8 હજાર લોકોની જંગી સભા સંબોધીઃ ધાનાણી

  • પરેશ ધાનાણીએ મોદી પર આકરા પ્રહાર કર્યા
  • દિવથી લઈને દિલ્હી સુધી ભાજપનો સફાયો થશે
Divyabhaskar.com Apr 18, 2019, 04:01 PM IST

અમરેલી:  અમરેલીમાં આજે પીએમ મોદીએ ચૂંટણી સભા યોજી હતી. આ સભા બાદ અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મોદી પર નિશાન તાકતા કહ્યું કે, 'ગોળા ફેંકવાનું મશીન આજે ગુજરાતમા આવ્યું છે. અમરેલીમાં આગ લગાડવાનો નિરર્થક પ્રયાસ કરતા પ્રધાનમંત્રીએ આઠ હજાર જેટલી જંગી જાહેર સભા સંબોધી હતી. અમરેલીના લોકોમાં  ભારતીય જનતા પાર્ટીનો જનાધાર ઘટતો જાય છે. દિવથી લઈ દિલ્હી સુધી ભાજપનો સફાયો થશે. ભાજપનું ખાતુ ક્યાંય નહીં ખુલ્લે તેવી સ્થિતી હવે ઉભી થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આજ સુધી હજુ ગામડાઓમાં ક્યાંય સસ્તુ શિક્ષણ મળતું નથી. શાળાઓમાં શિક્ષક નથી, દવાખાનામાં ડૉક્ટર નથી. ખેતરનો સેઢે નર્મદાનાં નીર નથી. ઘરમાં પીવાના પાણી નથી. અમરેલીની જતના કહે છે ઠાલા ભાષણો સાંભળી હવે ભવ બગડી ગયો. મુર્ખ હશે તે જ મોદીને મત આપશે. જે મોદી સાહેબ જાણે છે 

મોદીના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે-ધાનાણી:આ સાથે જ ધાનાણી કહ્યું કે આવતી લોકસભાની ચૂંટણી બાદ મોદી નવરા થવા જઈ રહ્યાં છે. જેથી ગુજરાતમાં પોતાની સુરક્ષિત જગ્યા શોધવા માટે વારંવાર ગુજરાતના આંટાફેરા વધી રહ્યાં છે. સ્મૃતી ઈરાની  અને યોગીની સભાઓ ગોઠવાઈ છે. હાર ભારેલી સરકાર આખા દેશને રેઢો મુકીને અમરેલીમાં પડ્યાં છે.

Next Story

ગ્રાઉન્ડ રિપોર્ટ / ધાનાણી સામે પડકાર તો ભાજપને વર્તમાન સાંસદનું પર્ફોમન્સ નડી શકે છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: paresh dhanani statement on pm modi in amreli
(News in Gujarati from Divya Bhaskar)