મર્ડર / અમરેલીનાં લાઠીમાં 50 વર્ષિય આધેડ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, આધેડનું સારવાર દરમિયાન મોત

  • લાઠી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
Divyabhaskar.com Apr 24, 2019, 10:25 AM IST

અમરેલી:લાઠીમાં 50 વર્ષિય આધેડ પર ગઈકાલે રાત્રે એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં 50 વર્ષિય આધેડને ગંભીર ઈજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની વિગત અનુસાર 50 વર્ષિય કેશવભાઈ પોંકીયા ગઈકાલે રાત્રે ઘરની બહાર સુતા હતાં. ત્યારે એક શખ્સે અચાનક હુમલો કર્યો હતો. અજાણ્યા શખ્સે આધેડના પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ લાઠી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
(રિપોર્ટ- જયદેવ વરૂ, અમરેલી)
Share
Next Story

અમરેલીમા આજે સવારથી જ શાંતીપુર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયુ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: murder in amrelis lathi police start investigation
(News in Gujarati from Divya Bhaskar)