ડિનરમાં ટ્રાય કરો દહીંવાળી મિક્સ દાળ તડકા, સ્વાદમાં મળશે ચેન્જ

કઈં નવું ટ્રાય કરવું હોય અને ગરમાગરમ ખાવું હોય તો બનાવો દહીંવાળી મિક્સ દાળ તડકા

હટકે ટેસ્ટવાળી આ દાળ પરાઠા, રોટલી, નાન કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે
Divyabhaskar.com Sep 07, 2018, 01:42 PM IST

 

રેસિપિ ડેસ્ક: ડિનરમાં કઈં નવું ટ્રાય કરવું હોય અને ગરમાગરમ ખાવું હોય તો બનાવો દહીંવાળી મિક્સ દાળ તડકા. બનાવવાની રેસિપિ છે એકદમ સરળ અને ઘરમાં બધાંને ચોક્કસથી મજા પડી જશે. નોર્મલ મિક્સ દાળ તડકા તો બનાવતા જ હશો પરંતુ દહીંવાળી મિક્સ દાળ તડકા નહીં બનાવી હોય. સ્વાદ હટકે બનશે અને ચેન્જ પણ મળશે.


દહીંવાળી મિક્સ દાળ તડકા 
સામગ્રી


બે ટેબલસ્પૂન મસૂર દાળ
બે ટેબલસ્પૂન ચણાની દાળ
બે ટેબલસ્પૂન અડદની દાળ
બે ટેબલસ્પૂન મગની દાળ
દોઢ ટેબલસ્પૂન ઘી
પા ચમચી જીરું
અડધી ચપટી હિંગ
બે તેજ પત્તાં
એક ટુકડો તજ
બે લવિંગ
6-7 કાળામરી
એક મોટી ઈલાયચી
અડધી ચમચી આદુની પેસ્ટ
બે ઝીંણાં સમારેલાં લીલાં મરચાં
પા ચમચી હળદર
એક ચમચી મીઠું
ચાર ટેબલસ્પૂન દહીં
અડધી ચમચી જીરું પાવડર
એક ચમચી ધાણાજીરું
પા ચમચી લાલ મરચું
ઝીણી સમારેલી કોથમીર


વઘાર માટે


બે ચમચી ઘી
પા ચમચી જીરું
બે આખાં લાલ મરચાં
ચપટી લાલ મરચું


રીત


સૌપ્રથમ ચાર દાળને ધોઇને એક કલાક માટે પલાળી દો. ત્યારબાદ કૂકરને ગરમ થવા મૂકો. કૂકર ગરમ થઈ જાય એટલે અંદર ઘી લો. ઘી ગરમ થઈ જાય એટલે અંદર જીરું, હિંગ, તેજ પત્તાં, હિંગ, તલ, લવિંગ, કાળામરી, મોટી ઈલાયચીના દાણા વારાફરથી નાખી મસાલાને શેકી લો. ત્યારબાદ અંદર આદુની પેસ્ટ અને મરચાની કતરણ નાખો. મસાલા થોડા શેકી અંદર હળદર નાખી બધી દાળ નાખો. દાળને બે મિનિટ ચડવા દો. ત્યારબાદ અંદર બે કપ પાણી નાખો અને મીઠું નાખી કૂકર બંધ કરી એક સીટી મારો. સીટી વાગે એટલે ગેસ ધીમો કરી 4-5 મિનિટ ધીમા ગેસ પર જ ચડવા દો. ત્યારબાદ કૂકર ઠરે એટલે ખોલીને દાળને ઉકળવા મૂકો. આ દરમિયાન એક બાઉલમાં દહીં લો. દહીંમાં જીરું, ધાણાજીરું અને લાલ મરચું મિક્સ કરી આ દહીં ધીરે-ધીરે દાળમાં નાખતા જાઓ અને હલાવતા જાઓ. દાળ બરાબર ઉકળે એટલે અંદર કોથમીર નાખો. 


હવે દાળને નીચે ઉતારી વઘાર કરો. વઘારિયામાં ઘી લો. ત્યારબાદ અંદર જીરું નાખો. ત્યારબાદ બે આખાં લાલ મરચાં અને ચમટી દળેલું લાલ મરચું નાખી આ વઘાર દાળ પર રેડો.


તૈયાર છે દહીંવાળી દાળ તડકા. હટકે ટેસ્ટવાળી આ દાળ પરાઠા, રોટલી, નાન કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. 

 

વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી-ટેસ્ટી પૂડલા, બની જશે માત્ર 15 મિનિટમાં

 

Share
Next Story

નાનકડી ફેમિલી પાર્ટીમાં મહેમાનોને સર્વ કરો ફ્રાઇડ આઇસક્રીમ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Try delicious and Yummy recipe of Dahivali mix dal tadka
(News in Gujarati from Divya Bhaskar)