ચટણી / રેસિપી : થેપલાં-પરાઠાનો સ્વાદ વધારતી લસણ-મરચાની ચટણી

Divyabhaskar.com Apr 19, 2019, 02:36 PM IST

રેસિપી  ડેસ્ક: લસણ-મરચાંની ચટણી ઘરમાં તૈયાર હોય તો ગમેત્યારે થેપલા-પરાઠા હોય કે પછી ફરસાણ, ગમેત્યારે કામ લાગે. એકવાર બનાવીને ફ્રિજમાં મૂકી દેશો એટલે ચાલશે 15 દિવસ સુધી. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

લસણ-લાલ મરચાંની ચટણી
સામગ્રી

એક વાટકી લાલ મરચુ, 
એક વાડકી, 
છોલેલું લસણ, 
એક વાડકી દહી, 
મીઠુ સ્વાદ મુજબ 
તેલ

રીત

એક વાડકી લાલ મરચાંને મરચું ડુબે એટલું પાણી નાખી આખી રાત પલાળી રાખો. સવારે મરચુ ફુલી જશે. હવે આ મરચામાં એક વાડકી છોલેલું લસણ, એક વાડકી દહીં અને સ્વાદમુજબ મીઠુ નાખી મિક્સરમાં ચલાવી લો. હવે તેમાં ગરમ તેલ નાખો. તૈયાર છે, લસણ-મરચાંની સ્વાદિષ્ટ ચટણી. આ ચટણી પંદર દિવસ સુધી ખરાબ નથી થતી. ફ્રિજમાં મૂકશો તો વધુ દિવસ પણ ચાલશે.

Next Story

કોલ્ડ કોફી / રેસિપીઃ ઘરે જ બનાવો ગરમીમાં ઠંકડનો અનુભવ કરાવતી રેસ્ટોરાં જેવી કૂલ-કૂલ કોલ્ડ કોફી

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Try delicious and Tasty Lasoon mirchi chutney you can store for 15 days
(News in Gujarati from Divya Bhaskar)