હેલ્થ+ટેસ્ટ બન્ને માટે બેસ્ટ છે અળસીની સૂકી ચટણી, મજા માણો રોટલી, પરાઠા કે શાક સાથે

ઘણા લોકો અળસીનો ઉપયોગ મુખવાસ તરીકે કરતા હોય છે

આ ચટણીને એરટાઇટ ડબ્બામાં લગભગ એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે
Divyabhaskar.com Sep 12, 2018, 10:00 AM IST

 

રેસિપિ ડેસ્ક: અળસી ખૂબજ પૌષ્ટિક હોય છે. તેમાંથી ભરપૂર કેલ્શિયમ અને અન્ય પોષકતત્વો મળે છે. ઘણા લોકો અળસીનો ઉપયોગ મુખવાસ તરીકે કરતા હોય છે, પરંતુ બધાને એમ નથી ભાવતી, તો અળસીની સૂકી ચટણી બનાવી શકાય છે. અળસીની સૂકી ચટણી રોટલી-પરાઠા સાથે ખાઇ શકાય છે અને શાકમાં પણ નાખી શકાય છે. અળસીની ચટણીને એકવાર બનાવીને એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે. નોંધી લો રેસિપિ અને તમે પણ ટ્રાય કરો હેલ્ધી અને ટેસ્ટી અળસીની ચટણી.


અળસીની સૂકી ચટણી
સામગ્રી


અડધો કપ અળસી
અડધો કપ મીઠો લીમડો (ધોઇને સૂકવી લેવો)
ચાર ચમચી સૂકા ધાણા
4 આખાં લાલ મરચાં
અડધો કપ સૂકા નારિયેળની છીણ
3-4 ટેબલસ્પૂન સીંગદાણા
2 ટેબલસ્પૂન તલ
2 ચમચી જીરું
2 ચમચી આખાં કાળામરી
2 ચમચી સંચળ
અડધી ચમચી મીઠું
બે-ત્રણ ચપટી હિંગ


રીત


સૌપ્રથમ કડાઇ ગરમ કરીને અળસી શેકી લો. અળસીને મિડિયમ આંચ પર સતત હલાવતા રહેવું અને શેકવું. અળસીના દાણા થોડા ફૂલીને મોટા થઈ જાય એટલે ગેસ મંધ કરવો. અળસી ડેકાતાં લગભગ બે-ત્રણ મિનિટ લાગશે. ત્યારબાદ અળસીને એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ કઢાઈમાં વારાફરથી મીઠો લીમડો, તલ, આખા ધાણા, લાલ મરચું, જીરું અને નારિયેળને શેકી લો. ત્યારબાદ છેલ્લે સીંગદાણા અને કાળામરી સાથે જ શેકી લો. 


બધી જ સામગ્રી ઠંડી થઈ જાય એટલે મિક્સરના ઝારમાં લો. સાથે મીઠું, હિંગ અને સંચણ પણ પણ લઈને મિક્સ કરી દો અને ચટણી દળી દો. ચટણી થોડી કરકરી રાખવી. 

 

તૈયાર છે અળસીની ડ્રાય ચટણી. ચટણીને રોટલી, પરાઠા કે ભાત સાથે ખાઇ શકાય છે. આ ચટણીને શાકમાં નાખવાથી શાક ટેસ્ટી અને હેલ્ધી બની જાય છે. 

 

આ ચટણીને એરટાઇટ ડબ્બામાં લગભગ એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે. 

 

સવારમાં ફટાફટ ટેસ્ટી શાક બનાવવા રેડી રાખો ગ્રેવી, ચાલશે 1 વીક સુધી        
Share
Next Story

શ્રીગણેશનને ધરાવવા ઘરે જ બનાવો ચુરમાના લાડુ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Try delicious and easy recipe of Dry Powder Chutney of Alsi
(News in Gujarati from Divya Bhaskar)