વ્હાઇટ બ્યૂટી / રેસિપીઃ સાકરટેટી અને પપૈયાંનું મોકટેલ એટલે વ્હાઇટ બ્યૂટી

Divyabhaskar.com Apr 23, 2019, 04:55 PM IST

રેસિપી ડેસ્કઃ ગરમી શરૂ થાય એટલે ઠંડા પીણાં પીવાં માટે મન લલચાઈ જતું હોય છે. પરંતુ આ સિઝનમાં બહાર મળતાં સોફ્ટ ડ્રિંક અથવા બરફનો ગોળો સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તો આ સિઝનમાં તમે ઘરે જ મનને સંતોષ અને જીભને ઠંડક પહોંચાડે એવું મોકટેલ વેહાઇટ બ્યૂટી બનાવી શકો છો. 


વ્હાઇટ બ્યૂટી રેસિપી


સામગ્રીઃ
સાકરટેટી 1 કપ
પપૈયું પા કપ
મિલ્કમેડ 3 ચમચી
કોકોનટ મિલ્ક 3 ચમચી
સોડા વોટર 2 કપ
બરફનો ભૂકો અડધો કપ


રીતઃ
સાકરટેટી અને પપૈયાના બી અને છાલ કાઢી નાના ટુકડા સમારી મિક્સીમાં ક્રશ કરી લો. તેમાં મિલ્કમેડ, કોકોનટ મિલ્ક, સોડા વોટર અને બરફનો ભૂકો નાખી ફરી એક વાર ચર્ન કરો. હવે પપૈયા અને સાકરટેટીના થોડા બારીક ટુકડા સમારો. ગ્લાસમાં ડ્રિંક ભરી તેના પર આ ટુકડાથી ગાર્નિશ કરો. તેના પર ચાર-પાંચ ટુકડા જ સજાવવા. 

Next Story

મેંગો કૂલર / રેસિપીઃ હોટ સિઝનમાં બનાવો કૂલ-કૂલ મેંગો કૂલર

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: recipe white beauty
(News in Gujarati from Divya Bhaskar)