વોલનટ ગ્રેપ્સ રાયતું / ગરમીની ઋતુમાં ઠંડક આપશે વોલનટ ગ્રેપ્સ રાયતું

Divyabhaskar.com Apr 20, 2019, 01:30 PM IST

રેસિપી ડેસ્ક: ગરમીમાં બપોરે જમતી વખતે ઠંડુ-ઠંડુ રાયતું મળી જાય તો મજા પડી જાય. એટલે જ આજે અમે લાવ્યા છીએ હેલ્ધી વોલનટ ગ્રેપ્સ રાયતાની રેસિપી. આ રાયતું ગરમીમાં રાહત આપવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરશે. તો નોંધી લો રેસિપી.


વોલનટ ગ્રેપ્સ રાયતું


સામગ્રીઃ
15થી 20 દ્રાક્ષ
1/2 કપ સમારેલા અખરોટ
2 ચમચી તેલ
1 ચમચી જીરું
1/2 ચમચી લાલ મરચું પાઉડર
1/2 ચમચી શેકેલું જીરું પાઉડર
2 કપ વલોવેલું દહીં
1 ચમચી રોઝ સીરપ
મીઠું સ્વાદાનુસાર


રીતઃ
સૌપ્રથમ દ્રાક્ષને વચ્ચેથી કાપી બે ભાગ કરો. બી કાઢી લો અને અલગ રાખો. એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં જીરું ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં અખરોટના ટુકડાં ઉમેરી સાંતળો. હવે દ્રાક્ષના ટુકડાં ઉમેરી મિક્સ કરો. પછી તેમાં લાલ મરચું પાઉડર, શેકેલા જીરાનો પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. એક બાઉલમાં દહીં લો. એમાં મીઠું ઉમેરી બરાબર વલોવી લો. હવે એક રાયતું સેટ કરવા માટે એક બાઉલમાં તૈયાર કરેલું થોડું દ્રાક્ષનું મિશ્રણ લો. તેના પર વલોવેલું દહીં પાથરો અને બરાબર મિક્સ કરો. તેની ઉપર ફરી દ્રાક્ષનું મિશ્રણ પાથરો. તૈયાર છે વોલનટ ગ્રેપ્સ રાયતું. આ રાયતા પર રોઝ સિરપ નાખી પીરસો.

Next Story

સોજી મસાલા બોલ્સ / રેસિપીઃ બ્રેકફાસ્ટમાં બનાવો સુપર હેલ્ધી ફૂડ સોજી મસાલા બોલ્સ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Recipe Walnut raita
(News in Gujarati from Divya Bhaskar)