સ્ટ્રોબેરી પાઈ / રેસિપીઃ ડેઝર્ટમાં બનાવો ડિલિશિયસ ડિશ સ્ટ્રોબેરી પાઈ

Divyabhaskar.com Apr 22, 2019, 06:09 PM IST

રેસિપી ડેસ્કઃ જ્યારે ડેઝર્ટની વાત આવે ત્યારે સૌથી પહેલાં પાઇઝનું નામ લેવામાં આવે છે. સ્ટ્રોબેરી પાઈ મોટાભાગના લોકોની ફેવરિટ હોય છે. આ ક્લાસિક ડેઝર્ટ છે, જે તમે કોઈપણ પ્રસંગે બનાવી શકો છો. આ પાઈ બહારથી ખરીદીને લાવવાને બદલે ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. તો ચાલો નોંધી લો આ ડિલિશિયસ ડિશની રેસિપી.

 

સ્ટ્રોબેરી પાઈ રેસિપી


સામગ્રીઃ
સ્ટ્રોબેરી 5 કપ
ખાંડ 1 કપ
પાણી 3/4 કપ
માખણ 1 ચમચી
કોર્ન સ્ટાર્ચ 3 ચમચી
વ્હિપ્ડ ક્રીમ 1/2 કપ
પાઈ ક્રસ્ટ 1


રીતઃ
સૌપ્રથમ ચોખ્ખા પાણીમાં સ્ટ્રોબેરી ધોઇને દરેક સ્ટ્રોબેરીને 2 ભાગમાં કાપી લો અને પછી અવનને 190 ડિગ્રી સેલ્શિયલ પર પ્રિહીટ કરી લો.
હવે અડધી સ્ટ્રોબેરીઝને એક મોટા વાસણમાં લો અને તેને સારી રીતે સ્મેશ કરી લો. હવે એક પેન લો અને તેને મધ્યમ તાપ પર મૂકો. તેમાં સ્ટ્રોબેરી સાથે ખાંડ પણ નાખો. આ મિશ્રણ બફાઈ જાય ત્યાં સુધી સતત હલાવતાં રહો.
જ્યાં સુધી મિશ્રણ ઉકળી રહ્યું હોય ત્યાં સુધી અલગ બાઉલમાં પાણી અને કોર્ન સ્ટાર્ચ મિક્સ કરી લો. જ્યારે સ્ટ્રોબેરી ઊકળવા લાગે ત્યારે તેમાં ધીમે-ધીમે પાણી અને કોર્ન સ્ટાર્ચ મિક્સ કરો. ગેસનો તાપ ધીમો કરી દો અને આ મિશ્રણ સતત 10 મિનિટ સુધી મિક્સ કરતાં રહો અને હલાવતાં રહો.
હવે એક પાઈ ટ્રે લો અને તેને માખણથી ભરો. હવે ટ્રેમાં પાઈ ક્રસ્ટ મૂકો અને તેની ઉપર કંઇક ભારે વસ્તુ કે વાસણ મૂકી દો. આ ક્રસ્ટને પ્રિહીટેડ અવનમાં 30 મિનિટ સુધી રાખો જ્યાં સુધી ક્રસ્ટ ગોલ્ડન કલરનું ન થઈ જાય.
જ્યારે પાઇ ક્રસ્ટ તૈયાર થઈ જાય ત્યારે તેના ઉપર મૂકેલો ભાર ખસેડો અને પછી બચેલી અડધી સ્ટ્રોબેરી બેક કરેલાં પાઈ ક્રસ્ટમાં મૂકી દો.
જ્યારે સ્ટ્રોબેરીનું મિશ્રણ જાડું થઈ જાય ત્યારે તે પાઈ ક્રસ્ટની ઉપર નાખો. પછી ફ્રિજમાં સેટ થવા મૂકી દો.
જ્યારે પાઈ સેટ થઈ જાય ત્યારે ફ્રિજમાંથી કાઢી દો અને સર્વિંગ ડિશમાં પીરસો. વ્હીપ્ડ ક્રીમથી ડેકોરેટ કરી સ્ટ્રોબેરી પાઈ સર્વ કરો.

Share
Next Story

ઉસળ / રેસિપી: લંચ કે ડિનર માટે બનાવો મહારાષ્ટ્રીયન ચણા ઉસળ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: recipe strawberry pie
(News in Gujarati from Divya Bhaskar)