સોજી મસાલા બોલ્સ / રેસિપીઃ બ્રેકફાસ્ટમાં બનાવો સુપર હેલ્ધી ફૂડ સોજી મસાલા બોલ્સ

Divyabhaskar.com Apr 20, 2019, 01:02 PM IST

રેસિપી ડેસ્ક: આજકાલ ઘણાં લોકો ડાયટિંગ કરતાં થઈ ગયા છે. બ્રેકફાસ્ટથી લઇને ડિનર સુધી હેલ્ધી ખોરાક ખાવાનો હોય ત્યારે ઘણીવાર કંઇક નવી વાનગી ખાવાની ઈચ્છા થતી હોય છે. જે ટેસ્ટી પણ લાગે અને સાથે હેલ્ધી પણ હોય. તો આવી જ એક સુપરહેલ્ધી ડિશ અમે તમારા માટે લઇને આવ્યા છીએ. આ ડિશ છે સોજીના સ્ટીમ્ડ મસાલા બોલ્સ. ખૂબજ ઓછા તેલમાં બનતી આ વાનગીની રેસિપિ ખૂબજ સરળ છે. તો ચાલો નોંધી લો રેસિપી.


સોજી મસાલા બોલ્સ


સામગ્રીઃ
ત્રણ કપ પાણી
એક નાની ચમચી મીઠું
અડધી નાની ચમચી કાળામરીનો પાવડર
અડધો ઈંચ આદુનો ટુકડો
બે કપ સોજી


વઘાર માટેઃ
એક ટેબલસ્પૂન તેલ
અડધી નાની ચમચી રાઇ
અડધી નાની ચમચી જીરું
થોડા મેથી ધાણા
થોડા આખા ધાણા
પા ચમચી મગની દાળ
પા ચમચી અડદની દાળ
બે ચપટી હિંગ
બે સૂકાં લાલ મરચાં
7-8 મીઠા લીમડાનાં પાન
એક મોટી ચમચી સૂકા નારિયેળનો પાવડર
સ્વાદ અનુસાર મીઠું
અડધી નાની ચમચી લાલ મરચું
પા ચમચી હળદર
અડધી નાની ચમચી ખાંડ
અડધી ચમચી સાંભાર મસાલો


ગાર્નિશિંગ માટેઃ
મીઠો લીમડો
ઝીણી સમારેલી કોથમીર
લીંબુ


રીતઃ
સૌપ્રથમ એક કડાઇમાં ત્રણ કપ પાણી લો. પાણી ગરમ થઈ જાય એટલે અંદર એક નાની ચમચી મીઠું અને કાળામરીનો પાવડર નાખો. પાણી ઉકળવા લાગે એટલે અંદર આદુ છીણીને નાખો. ત્યારબાદ અંદર બે કપ સોજી નાખો. ગેસ બંધ કરી બરાબર હલાવો, જેથી પાણી સોજીમાં બરાબર મિક્સ થઈ જાય. બરાબર મિક્સ થઈ જાય એટલે 5 મિનિટ માટે ઢાંકીને ઠરવા માટે મૂકી દો.


મિશ્રણ એકદમ ઠંડુ ન થઈ જવું જોઇએ. હવે તેને એક બાઉલમાં લઈ હાથમાં થોડું તેલ લગાવી 5 મિનિટ સુધી બરાબર મસળો જેથી સોફ્ટ લોટ બંધાઇ જાય. લોટ બરાબર બંધાઇ જાય એટલે નાના-નાના ગુલાબજાંબુની સાઇઝના બોલ્સ બનાવી દો. ત્યારબાદ તેને મુઠિયાની જેમ સ્ટીમ કરો.


જાળી પર તેલ લગાવી બોલ્સ ગોઠવી સ્ટીમર પર 15 મિનિટ સ્ટીમ કરી લો. ગેસની ફ્લેમ મિડિયમ રાખવી. 15 મિનિટ બાદ બોલ્સ ફૂલીને લગભગ ડબલ થઈ જશે અને ખૂબજ સ્પોંજી અને સોફ્ટ બની જશે.


હવે એક કડાઇમાં એક ટેબલ સ્પૂન તેલ લો અને તેલ ગરમ કરી લો. તેલ ગરમ થઈ જાય એટલે બે ચપટી હિંગ, રાઇ, જીરું, લાલ મરચાં, અડદ અને મગની દાળ અને મેથી દાણા નાખી ધીમા તાપે શેકો. મસાલા બળવા ન જોઇએ.

ત્યારબાદ અંદર મીઠા લીમડાનાં પાન નાખો. તેને મિક્સ કરી કોપરાનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું, હળદર, ખાંડ અને સાંભાર મસાલો નાખી બરાબર મિક્સ કરી લો. 30 સેકન્ડ માટે થોડું શેકી લો. ત્યારબાદ અંદર સોજીના બોલ્સ નાખી બરાબર મિક્સ કરી લો. જેથી બધા બોલ્સ પર મસાલો કોટ થઈ જાય. ત્યારબાદ અડધી ચમચી જેટલું પાણી નાખી મિક્સ કરી દો. હવે ઢાંકીને ધીમા ગેસ પર 5 મિનિટ સુધી ચડવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી ઉપર મીઠા લીમડાનાં પાન અને સમારેલી કોથમીર નાખો અને થોડું લીંબુ નીચોવી બરાબર મિક્સ કરી દો.

Next Story

ચટણી / રેસિપી : થેપલાં-પરાઠાનો સ્વાદ વધારતી લસણ-મરચાની ચટણી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Recipe - Soji masala balls
(News in Gujarati from Divya Bhaskar)