ઉસળ / રેસિપી: લંચ કે ડિનર માટે બનાવો મહારાષ્ટ્રીયન ચણા ઉસળ

Divyabhaskar.com Apr 21, 2019, 03:32 PM IST

રેસિપી ડેસ્કઃ- ચણા ઉસળ એક એવી વાનગી છે જે મહારાષ્ટ્રના લોકોને ખૂબ ભાવે છે. તેને પૂરી અથવા રોટલી સાથે ખાઇ શકો છો. તેને બનાવવા માટે વધુ સામાન નથી જોતો, તો ચાલો જાણીએ ચણા ઉસળ કેવી રીતે બનાવી શકાય?

ચણા ઉસળ

સામગ્રી

- 100 ગ્રામ (ચણા બાફેલા)
- 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
- 1 ટેબલસ્પૂન લાલ મરચું
- 1 ટેબલસ્પૂન ધાણાજારું
- 2 ટેબલસ્પૂન આદુંની પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- 2 ટેબલસ્પૂન લીંબુનો રસ
- 2 ટેબલસ્પૂન તેલ
- 1 ટીસ્પૂન જીરું
- 1 ડાળખી મીઠો લીમડો
- 1 ટેબલસ્પૂન નારિયેળ પાઉડર
- 2 ડુંગળી
- 6 લીલા મરચાં
- 1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

રીત

- સૌથી પહેલા એક વાટકામાં ચણા, ગરમ મસાલો, લાલ મરચું, ધાણાજીરું, આદુંની પેસ્ટ અને મીઠું ઉમેરીને એક સાઇડ રાખી લો.

- પેનમાં તેલ નાખી ગેસ પર ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થઈ જાય એટલે જીરું અને મીઠો લીમડો ઉમેરો.


- પછી નારિયેળનું છીણ ઉમેરી થોડી વાર સાંતળો. પછી તેમાં 2થી 3 કપ પાણી નાખો અને તેને ઉકળવા માટે મૂકી દો.

- જ્યારે ઉભરો આવે તો તેમાં પહેલા મિક્સ કરેલી બધી વસ્તુઓ ઉમેરી ઢાંકણું ઢાંકી મધ્યમ તાપ પર 15 મિનિટ માટે રાંધો.

- 15 મિનિટ પછી ઢાંકણું ખોલીને જોવો કે પાણી છે કે શોષાઇ ગયું છે. જો પાણી હોય તો થોડી વાર હજુ રાંધો.

- પછી તેને નીચે ઉતારી એક વાટકામાં કાઢો અને તેમાં સમારેલી ડુંગળી, કોથમીર અને લીંબુનો રસ ઉમેરો.

Share
Next Story

વોલનટ ગ્રેપ્સ રાયતું / ગરમીની ઋતુમાં ઠંડક આપશે વોલનટ ગ્રેપ્સ રાયતું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: How to make Chana usal, Maharshtrain Chana Usal Recipes
(News in Gujarati from Divya Bhaskar)