વેફર / રેસિપી: 8 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરી બનાવો બટાકાની વેફર

Divyabhaskar.com Apr 18, 2019, 01:06 PM IST

રેસિપી ડેસ્કઃ- બટાકાની વેફર તો બધા લોકોને ભાવતી હોય છે. વેફર તમે ચા સાથે, સ્નેક્સ સાથે, મૂવી જોતી વખતે પણ ખાતા હશો. એટલે આજે અમે તમારા માટે બટાકાની વેફર બનાવવાની બીજી રીત લઈને આવ્યા છીએ જેને બનાવવી ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ તેની રીત.

બટાકાની વેફર

સામગ્રી

- 4 મોટા બટાકા
- 1 લિટર તેલ
- અડધી ચમચી ટોમેટો પાઉડર
- અડધી ચમચી જીરું પાઉડર
- અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું
- મીઠું સ્વાદ મુજબ

રીત

- સૌથી પહેલા બટાકાને ધોઇને તેની છાલ ઉતારી લો.

- પછી તેની પાતળી-પાતળી સ્લાઇસ કટ કરી તેને થોડાં પાણીમાં 10 મિનિટ માટે રાખી દો.

- પછી કડાઈમાં 1 લિટર પાણી નાખીને ગરમ કરો અને પછી તેમાં બટાકાની વેફર ઉમેરી દો અને તેને 2થી 3 મિનિટ માટે રાંધો.

- પછી તેને કોઈ સૂતરાઉ કપડાં અથવા ટુવાલમાં કાઢીને તેનું પાણી સરખી રીતે લૂછી લો.

- હવે ગેસ પર તેલ ગરમ કરવા મૂકો અને તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારે તેમાં વેફર નાખીને ફ્રાઇ કરો.

- જ્યારે તે ફ્રાઇ થઈને સહેજ લાલ થવા લાગે તો તેને કાઢીને તેમાં થોડો ટોમેટો પાઉડર, મરચાંનો પાઉડર અને મીઠું ઉમેરીને સરખી રીતે મિક્સ કરો.

- વેફર તૈયાર છે. હવે તેને એર ટાઇટ કન્ટેનરમાં રાખીને 3થી 4 દિવસ સુધી ખાઇ શકો છો.
 

Share
Next Story

ફરાળી / રેસિપી: ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં માણો કાચાં કેળાંની ટિક્કીની મજા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Easy Recipe to make potato chips at home
(News in Gujarati from Divya Bhaskar)