ફરાળી / રેસિપી: ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં માણો કાચાં કેળાંની ટિક્કીની મજા

Divyabhaskar.com Apr 17, 2019, 02:51 PM IST

રેસિપી ડેસ્કઃ- અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિના નવ દિવસ લોકો વ્રત-ઉપવાસ કરતા હોય છે. ઉપવાસમાં જો તમે ફ્રૂટ અને સલાડ ખાઇને કંટાળી ગયા છો તો કંઈ નવું ટ્રાય કરી શકો છો. જે માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ નહીં પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ બેસ્ટ છે. એવી જ ફરાળી વાનગીઓમાંથી એક છે કાચાં કેળાંની ટિક્કી.

સામગ્રી

- 7 કાચાં કેળાં
- 4 લીલા મરચાં
- અડધી ચમચી સિંધાલૂણ
- 2થી 3 ચમચી ઝીણી સમારેલી કોથમીર
- ઘી અથવા તેલ સેકવા અને તળવા માટે

રીત

- કાચાં કેળાને સરખી રીતે ધોઇ લો. પછી તેના બે કટકા કરીને કુકરમાં એક સીટી વગાડીને બાફી લો. કુકર ઠંડું થઈ જાય એટલે તેમાંથી પાણી કાઢી નાખો અને થોડી વાર કેળા ઠંડા થવા દો.

- જ્યારે કેળાં ઠંડા થઈ જાય તો તેની છાલ ઉતારીને મસળી લો. પછી તેમાં કોથમીર, લીલા મરચાં અને સિંધાલૂણ ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો.

- આ મિશ્રણમાંથી નાની-નાની સાઇઝની ટિક્કી બનાવો જેથી તે તવા અથવા પેનમાં સરળતાથી શેકી શકાય. ટિક્કી બનાવી લીધા પછી તેને 5થી 7 મિનિટ માટે ફ્રિજમાં રાખી દો.

- હવે ગેસ પર નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકી દો. પછી પેન પર થોડું તેલ અથવા ઘી લગાવીને ટિક્કીઓ બંને તરફ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ટિક્કીઓ શેકાય જાય તો તેને કોથમીરની અથવા ટામેટાંની ચટણી સાથે સર્વ કરો.
 

Next Story

રવા ઇડલી / રેસિપીઃ બ્રેકફાસ્ટ અને ડિનર બંનેમાં ફટાફટ બની જતી રવા ઇડલી

Next
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Cook Raw Banana Cutlet recipe at home
(News in Gujarati from Divya Bhaskar)