એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

જન્માષ્ટમી પર્વે યોજાયેલા ભજન સંધ્યા અને ડાયરાના કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું

Divyabhaskar.com Sep 05, 2018, 05:28 PM IST

એનઆરજી ડેસ્કઃ અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં આયોજિત સૌ પ્રથમ જન્માષ્ટમી મહોત્સવમાં એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જન્માષ્ટમી પર્વે યોજાયેલા ભજન સંધ્યા અને ડાયરાના કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું.

 

ગોકુલધામ હવેલીમાં મહોત્સવ


- વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં જન્માષ્ટમી મહોત્સવનું આયોજન થયું હતું. 
- જન્માષ્ટમી મહોત્સવની વહેલી સવારે હવેલીમાં બિરાજમાન શ્રી કલ્યાણરાયજી પ્રભુને દૂગ્ધાભિષેક સ્નાનવિધિ તેમજ તિલકવિધિ યોજાઇ હતી. 

 

જન્મની વધામણીથી પરિસર ગુંજી ઉઠ્યું 


- ગોકુલધામ હવેલીમાં જન્માષ્ટમી પર્વ પ્રસંગે સવારે 10 થી 10.30 તિલક દર્શન-આરતી, સવારે 11.30 થી બપોરે 1 વાગ્યા સુધી રાજભોગ દર્શન-આરતી, સાંજે 5.30 થી 6.30 શયન દર્શન-આરતી, રાત્રે 8.30 થી 11.30 સુધી જાગરણ દર્શન યોજાયા હતા. 
- મધરાતે 12 વાગે જન્મ દર્શનમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને પંચામૃત અભિષેક સ્નાન કરાવાયું હતું. 
- અભિષેક સ્નાન સંપન્ન થતાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ નાચ- ગાન સાથે 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી...'ના જયઘોષ કરી કૃષ્ણ જન્મની વધામણી આપતાં હવેલી પરિસર ગુંજી ઉઠ્યું હતું.

 

અમદાવાદના કલાકારોના ડાયરાનો કાર્યક્રમ 


- જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે ગોકુલધામ હવેલીમાં ગાયિકા લાલિત્ય મુનશોની કૃષ્ણ ભક્તિ ભજન સંધ્યા અને અમદાવાદના કલાકાર વિનોદ પટેલનો કૃષ્ણ ભક્તિ વિશે ડાયરાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. 
- આ કાર્યક્રમોને શ્રદ્ધાળુઓએ આનંદઉલ્લાસપૂર્વક નિહાળ્યો હતો. 
- ગોકુલધામ હવેલીના ચેરમેન અશોક પટેલ, સેક્રેટરી તેજસ પટવા, અગ્રણીઓ બોબી પટેલ, હેતલ શાહ, કિન્તુ શાહે જન્માષ્ટમી પ્રસંગે આયોજિત કાર્યક્રમોની સફળ આયોજન માટે જહેમત ઉઠાવી હતી.

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ પ્રસંગની વધુ તસવીરો... 

Share
Next Story

ચાલો ઇન્ડિયાઃ ત્રણ દિવસની ઇવેન્ટમાં ન્યૂજર્સીમાં છવાયા ભારતીયતાના રંગો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: atlanta gokuldham haveli celebrate krishna janamashtami
(News in Gujarati from Divya Bhaskar)