Loading...

પહેલીવાર US સંસદમાં 12 ભારતીય મૂળના ઉમેદવાર, બંને પાર્ટીઓની ભારતીય સમુદાય પર નજર

અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા અંદાજિત 40 લાખ

અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા અંદાજિત 40 લાખ છે, જે અમેરિકન વસતીના માત્ર એક ટકા છે.
Divyabhaskar.com | Updated -Aug 30, 2018, 05:51 PM

એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં નવેમ્બર મહિનામાં મિડ-ટર્મ ઇલેક્શન થવાનું છે. આ વર્ષે કોંગ્રેસ (અમેરિકા સંસદ)માં સાંસદ તરીકે 12 ભારતીય મૂળના લોકો ચૂંટાઇ આવે તેવી આશા છે. ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ બંને મોટી પાર્ટીઓ તરફથી ભારતીય સમુદાયના લોકોને ટિકીટ આપવામાં આવે તેવી શક્યતા છે. ડેમોક્રેટિક અનિલા મલિકને એરિઝોનાથી ટિકીટ મળવાની પ્રબળ સંભાવના છે. અત્યાર સુધી પ્રાઇમરીમાં તે આગળ ચાલી રહી હતી. હાલ કોંગ્રેસમાં ભારતીય મૂળના પાંચ સાંસદ છે. તેમાં કમલા હેરિસ, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને એમી બેરા (તમામ ડેમોક્રેટ્સ) સામેલ છે. 


- ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ ફંડ અનુસાર, 2018માં અંદાજિત 100 ભારતીય અમેરિકનોને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ, સેનેટ અથવા સિટી કાઉન્સિલ ચૂંટણીમાં ભાગ લીધો છે. 
- જેમાં અડધા વધુ પ્રાઇમરીથી આગળ જઇને ચૂંટણીમાં ભાગ લેશે. ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ ફંડ ભારતીય અમેરિકનોની ચૂંટણીમાં મદદ કરે છે. 

 


અમેરિકામાં ભારતીય મૂળના લોકો માત્ર 1 ટકા 


- બરાક ઓબામાના કાર્યકાળમાં વ્હાઇટ હાઉસમાં રહેતા અને હવે ઇમ્પેક્ટ ફંડના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ગૌતમ રાઘવન અનુસાર, નિશ્ચિત રીતે આ મોટો પ્રસંગ હશે. 
- અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા અંદાજિત 40 લાખ છે, જે અમેરિકન વસતીમાં માત્ર એક ટકા છે. 
- એક ડેમોક્રેટિક સ્ટ્રેટજિસ્ટ શેખર નરસિમ્હનના જણાવ્યા અનુસાર, જ્યારે એક સમુદાય સંગઠીત થઇને કામ કરે છે અને તેઓનો હેતુ માત્ર પૈસા કમાવાનો નહીં પરંતુ રાજકીય રીતે મજબૂત થવાનો છે. તો સૌથી પહેલાં તેઓને વેકઅપ કોલની જરૂર હોય છે. 
- આ વેકઅપ કોલ 9 નવેમ્બર 2016ના ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સાથે આવ્યો, તેને અમેરિકામાં ઇમિગ્રન્ટ વિરૂદ્ધ સૌથી આગળ ગણવામાં આવે છે. 


આ ભારતીયો કોંગ્રેસની રેસમાં


- શ્રીપ્રેસ્ટન કુલકર્ણી - વિદેશ વિભાગમાં ઓફિસર હતા. તેઓએ નોકરી એટલાં માટે છોડી કારણ કે તેઓ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં કામ કરવા ઇચ્છતા નહતા. 
- તેઓએ પોતાના વેબપેજ પર લખ્યું, અમેરિકાને કોઇ વિદેશ શક્તિથી નહીં પરંતુ સમાજને તોડનાર આતંરિક શક્તિથી જોખમ છે. 
- કુલકર્મી ડેમોક્રેટ પાર્ટીમાં છે. તેઓની સામે રિપબ્લિકન પીટ ઓલ્સન હશે. 
- ઓલ્સન ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે અને ભારત સાથે તેમના સંબંધો સારાં ગણાય છે. 
- હેરી અરોરા- એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મના સંસ્થાપક છે. કનેક્ટિકટથી રિપબ્લિકન્સની ટિકીટ પર ચૂંટણી લડશે. તેઓની લડાઇ પણ ચાર વખત સાંસદ રહી ચૂકેલા ડેમોક્રેટ્સ જેમ્સ એન્ડ્ર્યુ સાથે હશે. 
- શિવા અય્યાદુરઇ - મેચાચ્યુસેટ્સથી રિપબ્લિકન્સની ટિકીટ પર સેનેટ માટે ચૂંટણી લડશે. 

 

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: US House may get 12 Indian Americans for the first time
(News in Gujarati from Divya Bhaskar)