ચાલો ઇન્ડિયા ઇવેન્ટ: અમેરિકાના ન્યૂજર્સીમાં ઉભું થશે મિનિ ઇન્ડિયા

ઇવેન્ટમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અંદાજિત 30,000 મુલાકાતીઓ ભાગ લેશે તેવો અંદાજ છે

ભારતમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોને તેમના મૂળ સાથે સાંકળતી આ ઇવેન્ટ રવિવારથી ન્યૂજર્સી એક્સપો સેન્ટર ખાતે યોજાશે.
Divyabhaskar.com Aug 29, 2018, 07:45 PM IST

એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ન્યૂજર્સીમાં આ વર્ષે વધુ એક વખત 'ચાલો ગુજરાત' કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. આગામી 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર એટલે કે, ત્રણ દિવસ સુધી ચાલનારી આ ઇવેન્ટ કલા કલ્ચર, ગીત સંગીત, સાહિત્યનો દ્વિવાર્ષિક મેળાવડો બનશે. આ વર્ષે ઇવેન્ટમાં divyabhaskar.com ડિજિટલ મીડિયા પાર્ટનર છે. આ વર્ષે આ ઇવેન્ટ વધુ ખાસ બની રહેશે કારણ કે, ઇવેન્ટ માત્ર ગુજરાત કેન્દ્રિત નહીં પણ સમગ્ર ભારતને ન્યૂજર્સીમાં લઇ જશે. 

 

મોટી સાઇઝના ટેન્ટનો થયો શણગાર 


- ભારતમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોને તેમના મૂળ સાથે સાંકળતી આ ઇવેન્ટ રવિવારથી ન્યૂજર્સી એક્સપો સેન્ટર ખાતે યોજાશે. 'ચાલો ઇન્ડિયા' ઓફિસની બહાર મોટી સાઇઝના ટેન્ટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. 
- આ ટેન્ટને કલરફૂલ સ્ટેન્ડી અને આગામી ઇવેન્ટની જાણકારીના પોસ્ટર સાથે શણગારવામાં આવ્યા છે. ઉપરાંત ચાલો ઇન્ડિયાની આખી ટીમે ભારતીય ધ્વજના રંગોના કપડાં પહેરી ઇવેન્ટના થીમ સોંગ પર ડાન્સ પણ કર્યો હતો. 
- આ ઓપનિંગ સેરેમનીમાં થીમ સોંગ પર કોંગ્રેસમેન ફ્રેન્ક પેલોન, સેનેટર સેમ થોમ્પસન, કોમ્યુનિટી લીડર ડો. નવિન મહેતા અને અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો. 

 

જાણીતી હસ્તીઓ લેશે ભાગ 


- આ ઇવેન્ટમાં બોલિવૂડ સિંગર સોનુ નિગમ, સુદેશ ભોસલે અને પેપોન સહિત બોલિવૂડ એક્ટર અનુ કપૂર, ગુજરાતી લોકગાયક ઓસમાણ મીર અને કિર્તિદાન ગઢવી, કવિ કુમાર વિશ્વાસ, સુરેન્દ્ર શર્મા, ગુજરાતી કવિ અનિલ ચાવડા, હર્ષ બ્રહ્મભટ્ટ, કોમેડિયન ભારતી સિંહ, સાંઇરામ દેવ અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડા સહિત અનેક જાણીતી હસ્તીઓ ભાગ લેશે. 
- ત્રણ દિવસની આ ઇવેન્ટમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અંદાજિત 30,000 મુલાકાતીઓ ભાગ લેશે તેવો અંદાજ છે. 

 

2006માં પહેલીવાર થયું હતું આયોજન 


- વર્ષ 2006માં એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા દ્વારા સૌપ્રથમ વખત 'ચાલો ગુજરાત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
- 'ચાલો ઇન્ડિયા' કરવા પાછળનો મૂળ હેતુ સમજાવતા આયના સંસ્થા તથા મહામેળાવડાના સ્થાપક ન્યૂજર્સીમાં રહેતા સુનિલ નાયકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, સતત ચાર ચાલો ગુજરાતના આયોજન બાન અમને કાર્યક્રમમાં આવતા મહેમાનો અને મુલાકાતીઓના પ્રતિભાવ મળ્યા કે આટલા સરસ રીતે ગુજરાત દર્શન કરાવો છો તો ભારત દર્શન કેમ નહીં? 
- ચાલો ગુજરાતે પોતાની ક્ષિતિજ વધારવાનું શરૂ કર્યુ તે દિવસથી જ ભારતના વિવિધ રાજ્યોએ સહભાગી થવાનો ઉત્સાહ બતાવ્યો. 
- મહિનાઓની મહેનત બાદ આજે તામિલનાડુ, આસામ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગોવા, ગુજરાત જેવા રાજ્યો ચાલો ઇન્ડિયા સાથે જોડાયા છે. 
- આ તમામ રાજ્યોના પેવેલિયન્સ મહોત્સવ સ્થળ પર હશે અને તમામ રાજ્યો પોતપોતાના ટૂરિસ્ટ્સ ડેસ્ટિનેશનનો પ્રચાર કરશે ઉપરાંત અમેરિકન ઇન્વેસ્ટર્સને પણ આકર્ષિત કરશે. 

 

કાર્યક્રમની વિશેષતાઓ 


- ન્યૂજર્સીના બે લાખ ચોરસ ફૂટના એનજે એક્સપો સેન્ટરમાં ઉભું થશે મિનિ ઇન્ડિયા. મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઇન્ડિયા ગેટની પ્રતિકૃતિ લગાવવામાં આવશે. 
- સત્તાવનથી સુભાષ તથા એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા મલ્ટિમીડિયા શોનું આયોજન. મહાત્મા ગાંધીના 150 વર્ષનું ખાસ પવેલિયન. 
- ત્રણસોથી વધુ કલાકો ભારતની ભાતીગળ સંસ્કૃતિ, પોશાક, ગીત સંગીત, નૃત્ય રજૂ કરશે. 

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Chalo India is a celebration of the spirit of India and connect Indian Americans to their roots
(News in Gujarati from Divya Bhaskar)