ચાલો ઇન્ડિયાઃ ત્રણ દિવસની ઇવેન્ટમાં ન્યૂજર્સીમાં છવાયા ભારતીયતાના રંગો

અમેરિકામાં વસતા ગુજરાતીઓ સહિત 45 હજારથી વધુ ભારતીયો આ ઉજવણીમાં સામેલ થયા

ત્રણ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ટૂરિઝમ ઉપરાંત આર્ટ અને કલ્ચર, સંગીત, આધ્યત્મિકતા સાથે ફૂડનો સમન્વય
Divyabhaskar.com Sep 04, 2018, 07:44 PM IST

એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ન્યૂજર્સીમાં યોજાયેલા 'ચાલો ગુજરાત, ચાલો ઇન્ડિયા' ઇવેન્ટનું 2જી સપ્ટેમ્બરના રોજ સમાપન થયું. ત્રણ દિવસની આ ઇવેન્ટમાં સ્ક્રિન પ્લેરાઇટર અભિજાત જોષી અને સૌમ્ય જોષીએ તેમની પ્રગતિના અનુભવો રજૂ કર્યા હતા. આ ઉપરાંત તેમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' મલ્ટીમીડિયા શો રજૂ થયો હતો. આ શોમાં ભારતીય સંસ્કૃતિના અનેક રંગો રજૂ કરવામાં આવ્યા હતા. 

 

- આ ઇવેન્ટમાં મહાત્મા ગાંધીની 2019માં આવી રહેલા 150મી જન્મ જયંતિને ધ્યાનમાં રાખી ફેસ્ટિવલમાં ગાંધીજીના જીવનને આવરી લેતું વિશેષ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. 
- ફેસ્ટિવલમાં યૂથ સેન્સેશન પ્લેબેક સિંગર પેપોન, પ્રસિદ્ધ કોમેડિયન પદ્મશ્રી સુરેન્દ્ર શર્મા, કવિ અને નેતા કુમાર વિશ્વાસ, અભિનેતા મનોજ જોષી, અનુ કપૂર વગેરેએ પોતાની કૃતિઓ દ્વારા ભારતીયોને ડોલાવ્યા હતા. 
- આ ઉપરાંત ટ્રાવેલ અને ટૂરઝિમ સાથે ઉદ્યોગ સાહસિકતાના પ્રોત્સાહક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. 
- કાર્યક્રમના અંતિમ દિવસે હાજર રહેલા લોકોએ મલ્ટીમીડિયા ડિસ્પ્લેમાં 1857થી શરૂ કરી સુભાષચંદ્ર બોઝના જીવન-ક્રાંતિકારી ઘટનાઓ સાથે ભારતના અનેક સપૂતોની માહિતી મેળવી હતી. 
- ત્રણ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ટૂરિઝમ ઉપરાંત આર્ટ અને કલ્ચર, સંગીત, આધ્યત્મિકતા સાથે ફૂડનો સમન્વય કરવામાં આવ્યો હતો. 
- અમેરિકામાં વસતા ગુજરાતીઓ સહિત 45 હજારથી વધુ ભારતીયો આ ઉજવણીમાં સામેલ થયા હતા. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઇવેન્ટની વધુ તસવીરો... 

Share
Next Story

ન્યુજર્સી ખાતે ગુજરાતની અસ્મિતા સમો કોન્કલેવ ચલો ઇન્ડિયાનો રંગેચંગે શુભારંભ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Chalo India is a celebration of the spirit of India
(News in Gujarati from Divya Bhaskar)