Loading...

ચાલો ઇન્ડિયાઃ ઢોલ નગારાના નાદ સાથે ત્રિદિવસીય મહોત્સવનો રંગેચંગે પ્રારંભ

ભારે વરસાદ, વર્કિંગ ડે હોવા છતાં ભારતીયોએ ઉલ્લાસભેર ભાગ લીધો

આર્ય ડાન્સ એકેડમીએ ઓડિયન્સથી ખીચોખીચ ભરેલા સ્ટેજ પર ચાલો ગુજરાત- ચાલો ઇન્ડિયા ઇવેન્ટની યાદગાર શરૂઆત કરી હતી.
Divyabhaskar.com | Updated -Sep 02, 2018, 07:27 PM

એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ન્યૂજર્સીમાં રેટિનન સેન્ટર, એડિસન ખાતે 31 ઓગસ્ટના રોજ 'ચાલો ગુજરાત, ચાલો ઇન્ડિયા' કાયક્રમનો ભવ્ય પ્રારંભ થયો. ભારે વરસાદ અને વર્કિંગ ડે હોવા છતાં ભારતીયોએ ઉલ્લાસભેર સાંજે પાંચ વાગ્યાથી મોડી રાત્રે 12 વાગ્યા સુધી કાર્યક્રમ માણ્યો હતો. એસોસિએશન ઓફ ઇન્ડિયન ઇન નોર્થ અમેરિકા (આઇના)એ 2006થી જાણીતા મોટેલિયર સુનીલ નાયકે શરૂ કરેલી ચાલો ગુજરાત ઇવેન્ટ એક સાંસ્કૃતિક બ્રાન્ડ તરીકે ઉભરી આવી, જેના પગલે આ વર્ષે મોટાંપાયે ચાલો ઇન્ડિયા નવી ઓળખ સાથે રજૂ કરવામાં આવ્યું છે. 

 


ભારતીય પહેરવેશ સાથે સ્ટેજ પર દીપ પ્રાગટ્ય બાદ ભવ્ય શરૂઆત 


- નાસિક ઢોલના નાદ અને સંત શ્રી પરમાત્માનંદજીના આશીર્વચનો સાથે દીપ પ્રાગટ્ય થયુ.
- આ પ્રસંગે ભારતીય સમુદાયના અગ્રણીઓ એચ. આર. શાહ (ટી. વી. એશિયા), પદ્મશ્રી સુધીર પરીખ (પરીખ વર્લ્ડવાઇડ મીડીયા), સુધીર વૈષ્ણવ (સહારા ટી.વી.) ડેની પટેલ (મોટેલિયર), અતુલ શાહ, પ્રફુલ્લ નાયક, પિયુષ પટેલ, કવિ હર્ષ બ્રહ્મભટ્ટ, કવિ તુષાર શુકલ, હિન્દી કવિ પૂર્વ  કુમાર વિશ્વાસ, કવિ સુરેન્દ્ર શર્મા, પીટર કોઠારી, ગાંધીવાદી કાર્યકર એસ. એન. સુબ્બારાવ, અનિલ પટેલ, અમિત જાની, ભદ્ર બુટાલા, હીરૂભાઇ પટેલ, ભારતના રાજકીય અગ્રણી દિલીપ સંઘાણી, ઉપરાંત અમેરિકાની સેનેટના સેનેટર (સાંસદ) ફ્રેન્ક પલોન વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
- વિવિધ મનોરંજન કાર્યક્રમો, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં ગીતો ધ્યાનાકર્ષક રહ્યાં. 
- કવિ કુમાર વિશ્વાસે અનોખા રાજકીય અંદાજની કવિતાઓ સાથે રંગ દે બસંતી ચોલા, ગંગા મૈયાના ગીતો સાથે ઉપસ્થિત સમુદાયને ભાવવિભોર કર્યા હતાં. 
- કવિ સુરેન્દ્ર શર્માએ પણ પોતાની વ્યંગ અને હાસ્ય કવિતાઓ સાથે સમુદાયને તરબતર કર્યા હતાં.
- અનેક અગ્રણીઓએ વિવિધ કાર્યક્રમો દરમ્યાન પોતાનાં વકતવ્યો આપ્યાં હતાં, અને કાર્યક્રમને બિરદાવવા સાથે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

 


મુખ્યમંત્રીએ સેટેલાઇટ દ્વારા લાઇવ કાર્યક્રમમાં શુભકામનાઓ પાઠવી 


- ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સેટેલાઇટ દ્વારા જીવંત પ્રસારણથી પોતાની શુભકામનાઓ પાઠવી હતી. 
- ગુજરાતની વિશેષતાઓનો ઉલ્લેખ કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે વિદેશ સ્થિત ભારતીઓને વતન પરસ્તી માટે હાકલ કરી હતી. 
- અખંડ ભારતની પરિકલ્પના વિદેશની ધરતી પર ઉજાગર કરાઇ રહી છે તે માટે સુનિલ નાયક સહિત ભારતીય જનસમુદાયને તેમણે બિરદાવ્યો હતો.
- કાર્યક્રમના અંતે લોકપ્રિય ગાયક ઓસમાણ મીરના ગીતો સાથે ઉપસ્થિત સમુદાયમાંથી મહિલાઓએ નૃત્યો સાથે કાર્યક્રમને અંત સુધી માણ્યો હતો.
- કાર્યક્રમનો પ્રથમ દિવસ સહુ કોઇને કાર્યક્રમો સાથે તરબતર કરી જ ગયો. ભોજનની પસંદગી પણ લોકોએ સુખડિયાના સ્વાદસભર ચટકા સાથે માણી. 
- મુખ્ય કાર્યક્રમના સ્થળની બહાર વિવિધ બૂથ અને એક્ઝિબિશને પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઇવેન્ટની વધુ તસવીરો... 

 

(તસવીરોઃ વિજય શાહ)

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Chalo India is a celebration of the spirit of India
(News in Gujarati from Divya Bhaskar)