યુકે / લંડનના સેન્ટમોર મંદિર હૉલમાં પુલવામા હુમલાના શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

Divyabhaskar.com Feb 23, 2019, 05:16 PM IST
એનઆરજી ડેસ્કઃ (સૂર્યકાંત જાદવા, યુકે) 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. આ આતંકી હુમલા અને તેમાં ભારતીય જવાનોની શહીદીના પડઘા આખા વિશ્વમાં પડ્યા છે. અમેરિકા સહિત અનેક દેશોએ આ હુમલાને વખોડ્યો છે. બીજી તરફ, વિશ્વના અલગ અલગ ખૂણે વસતા ભારતીયોએ આ શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. લંડનમાં શુક્રવારે સેન્ટમોર મંદિર હૉલ ખાતે શહીદો માટે શ્રદ્ધાંજલિ અને ફંડ એકઠું કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૉરન્ટ ઓફિસર અશોક કુમાર ચૌહાણ, આર્મી ઓફિસર અમિત અદૂર અને કાઉન્સિલર ક્રુપેષ હિરાની સહિત અંદાજિત 600 લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને શામજી દબાસિયા, લક્ષ્મણ વોરા, ધાનુબેન દબાસિયા, કસ્તુરબા વોરાએ આયોજિત કર્યો હતો. 
Next Story

પુલવામા હુમલો / નોર્થ અમેરિકામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Pulwama: Tribute to the great Indian soldier held at London
(News in Gujarati from Divya Bhaskar)