નિમણૂક / અમદાવાદી રાકેશ ગોસ્વામીની લંડનમાં ગ્લોબલ ઇન્ડિયન ફોરમમાં નિમણૂક

રાકેશ ગોસ્વામી (ફાઇલ)
  • રાકેશ ગોસ્વામી યૂનેસ્કો સંલગ્ન અમદાવાદ હેરીટેજ સાથે કામ કરી રહ્યા છે.
Divyabhaskar.com Feb 20, 2019, 04:54 PM IST

એનઆરજી ડેસ્કઃ ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતાં અને પ્રાઉડ અમદાવાદી કહેવાતા રાકેશ ગોસ્વામીની ગ્લોબલ ઇન્ડિયા ફોરમમાં નિમણૂક કરવામાં આવી છે. GIF (ગ્લોબલ ઇન્ડિયન ફોરમ) ડેમોક્રેટિક, બિનસાંપ્રદાયિક અને પ્રગતિશીલ સહઅસ્તિત્વમાં માને છે, સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયને પ્રોત્સાહિત કરે છે. આ ગ્રુપની સ્થાપના ભારત દેશની સંસ્કૃતિના પ્રસાર માટે NRIs દ્વારા લંડનમાં થઇ છે. જેના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મનીષા મગનજી છે. આ સંસ્થાના ગુજરાત પ્રમુખ મુનાફ ઝીના છે કે જેઓ મૂળ નવસારીના NRI છે. જેમાં ગુજરાત રાજ્યનાં ઉપપ્રમુખ તરીકે રાકેશ ગોસ્વામી (NRI) ની નિમણૂક કરવામાં આવી છે. આ સંગઠન રાજ્ય દીઠ ફોરમ ધરાવે છે અને તમામ રાજ્યમાં પણ સક્રિય છે.

 

- વૈશ્વિક ભારતીય ફોરમના સભ્યો દરેક રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં કામગીરી કરવાના છે અને રાકેશ ગોસ્વામીની વિનંતી પર તેઓ ગુજરાત આવી રહ્યા છે અને 8-10 બેઠકમાં કૉંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરશે.
- દેશ વિદેશમાં વસતાં ભારતીયોને વિઝા, પાસપોર્ટ, ટ્રાવેલિંગ ઇશ્યૂ, રહેણાંક, નોકરી ધંધા, રોજગાર માટે કામ કરતી આ સંસ્થા ખૂબ જ એક્ટિવ અને કાર્યશીલ છે. તથા આ સંસ્થા અલગ અલગ દેશોમાં આવેલી ઇન્ડીયન એમ્બેસી સાથે મળીને ભારતીયોને મદદ કરી રહી છે.
- રાકેશ ગોસ્વામી એક ફાર્મા કંપની સાથે જોડાયેલા છે તથા યૂનેસ્કો સંલગ્ન અમદાવાદ હેરીટેજ સાથે કામ કરી રહ્યા છે. ઇંગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમનમાં ભારતને સતત ત્રણ વર્ષ સુધી રિપ્રેઝન્ટ કર્યુ છે અને છેલ્લા દસ વર્ષથી ઓવરસીસ કોંગ્રેસમાં પણ સક્રિય ભૂમિકા ભજવી છે.
- ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ૨૦૦૭ માં આઈટી સેલનો પાયો નાખવામાં આવ્યો હતો તેમાં રાકેશ ગોસ્વામીની ભૂમિકા પણ મહત્વની છે. બ્રિટિશ હાઇકમિશ્નર સાથે છેલ્લા એક વર્ષથી કામ કરીને બંને દેશો નાં સંબંધોને વધુ મજબુત કરવાની દિશામાં પણ આ ગુજરાતી NRI કામ કરી રહ્યા છે.

Next Story

દાન / USAના લેઉઆ પાટીદારોએ માતૃભૂમિના શહીદો માટે બે કલાકમાં 50 હજાર ડોલર ભેગા કર્યા

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rakesh goswami appointed in Global Indian Forum
(News in Gujarati from Divya Bhaskar)