Loading...

ઇંગ્લેન્ડની ગલીઓમાં દેખાયા ભગવાન શ્રીકૃષ્ણ, 70,000 ભારતીયોએ કર્યુ જન્માષ્ટમીનું સેલિબ્રેશન

ભારતની બહાર વસતા ભારતીયોએ સૌથી મોટાં ફેસ્ટિવલની ઉજવણી કરી હતી.

Divya Bhaskar Sep 03, 2018, 06:11 PM

એનઆરજી ડેસ્કઃ ઇંગ્લેન્ડના હાર્ટફોર્ડશાયરમાં આવેલા બુશે ટાઉનમાં હજારોની સંખ્યામાં ભારતીયોએ કૃષ્ણ જન્માષ્ટમીના ઉત્સવની ઉજવણી કરી હતી. પેટ્શેટ ગ્રીનમાં આવેલા ભક્તિવેદાંતા મેનોર હરે ક્રિષ્ના મંદિરમાં ભજન અને આરતી સાથે રવિવારે અહીં વસતા ગુજરાતીઓ અને ભારતીયોએ જન્માષ્ટમીનું સેલિબ્રેશન કર્યુ. અહીં દર વર્ષે દસ હજાર જેટલાં ભારતીયો કૃષ્ણ જન્મની હર્ષોલ્લાસ સાથે ઉજવણી માટે એકઠાં થાય છે. ભારતની બહાર વસતા ભારતીયોએ સૌથી મોટાં ફેસ્ટિવલની ઉજવણી કરી હતી. આ વર્ષે યુકેમાં અલગ અલગ સ્થળોએ અંદાજિત 70,000 ભારતીયોએ કૃષ્ણ જન્મની ઉજવણી કરી હતી.

- ભક્તિવેદાંતા મેનોરના ટેમ્પલ પ્રેસિડન્ટ શ્રુતિધર્મા દાસે જણાવ્યું કે, મેનોરે આ મંદિરનું સ્થળ 1973માં ગિફ્ટ કર્યુ હતું. આ કૃષ્ણ જન્મની ઉજવણીનો સંદેશ સરળ છે અને વૈશ્વિક છે. આપણે પ્રેમથી એકબીજાંની સાથે જોડાયેલા છીએ.
- આ ફેસ્ટિવલમાં ભારત બહાર વસતા અનેક હિંદુઓ ભાગ લે છે. આ વર્ષે 1500 વોલેન્ટિયર્સે ડેકોરેશન અને ઉજવણીની અન્ય મદદમાં ભાગ લીધો હતો.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઉજવણીની વધુ તસવીરો...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: As many as 70,000 were expected to attend the Hindu festival which is the largest of its kind in the UK
(News in Gujarati from Divya Bhaskar)