મોસ્કોમાં રજૂ થયા ભારતીય નૃત્યો, આગામી છ મહિના સુધી થશે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા સમારંભ

ઇન્ડિયા ફેસ્ટિવલ આગામી 6 મહિના સુધી ચાલશે

રશિયન ક્લાસિકલ ડાન્સ બેરેજકા ઉપરાંત ભારતીય નૃત્ય ભરતનાટ્યમ અને કથ્થક પણ રજૂ કરવામાં આવ્યું હતું.
Divyabhaskar.com Sep 10, 2018, 06:15 PM IST

એનઆરજી ડેસ્કઃ રશિયાના રાજધાની મોસ્કોમાં ગુરૂવારે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું શાનદાર ઉદ્ઘાટન થયું. આ પ્રસંગે સ્ટેટ ક્રેમલિન પેલેસ સંપુર્ણ રીતે ખીચોખીચ ભરેલો હતો અને આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મોજૂદ લોકો ખાસ્સા ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા. મોસ્કો સ્થિત ભારતીય એમ્બેસીના એમ્બેસેડર ગંગાધરન બાલસુબ્રમણ્યને ઉદ્ઘાટન સમારંભને સંબોધિત કર્યો. તેઓએ કહ્યું કે, આ ઇન્ડિયા ફેસ્ટિવલ આગામી 6 મહિના સુધી ચાલશે. 

 

- આ પ્રસંગે રશિયન ક્લાસિકલ ડાન્સ બેરેજકા ઉપરાંત ભારતીય નૃત્ય ભરતનાટ્યમ અને કથ્થક પણ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રસંગ પર હાજર ભારતીય અને રશિયન સમુદાયના લોકોએ આ શાનદાર પર્ફોર્મન્સના વખાણ કર્યા હતા. 
- ભરતનાટ્ટયમ નૃત્યની પ્રસ્તૃતિ આપનાર ગ્રુપનું નેતૃત્વ પ્રખ્યાત નૃત્યાંગના જયલક્ષ્મી ઇશ્વરે કર્યુ હતું. 
- ઉલ્લેખનીય છે કે, આગામી છ મહિના સુધી રશિયાના 22 શહેરોમાં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા હેઠળ વિવિધ આયોજન કરવામાં આવશે. આ દરમિયાન ભારતની સંસ્કૃતિને રજૂ કરવામાં આવશે અને ભારતની લોકકલાઓથી રશિયાની જનતાને પરિચિત કરવામાં આવશે.
- જેના માધ્યમથી ભારત અને રશિયાના સંબંધો પણ નવી ઉંચાઇ પર લઇ જવાની યોજના છે. 

Share
Next Story

બ્રિટનમાં અભ્યાસ કરતી ભારતીય અબજોપતિની દીકરીના એશો-આરામ માટે 12 નોકર, શાહી ખર્ચ બન્યો ચર્ચાનો વિષય

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Festival of India opened at the Kremlin State Palace in Moscow
(News in Gujarati from Divya Bhaskar)