સિદ્ધિ / રાજકોટનાં ગોરા ત્રિવેદીની કેનેડામાં ગુજરાતી મંડળ ઓફ કેલગરીના સેક્રેટરી પદે નિમણૂક

પ્રો. ડો. ગોરા ત્રિવેદી (તસવીર સૌજન્યઃ ફેસબુક)
  • 2019-20ના ગુજરાતી મંડળના કારોબારી સભ્યોમાં ગોરા ત્રિવેદીની ઓનરરી સેક્રેટરી તરીકે નિમણૂક
Divyabhaskar.com Mar 29, 2019, 01:26 PM IST

એનઆરજી ડેસ્કઃ કેનેડાના કેલગરી સિટીમાં 1976થી ગુજરાતી મંડળ કાર્યરત છે. આ મંડળમાં હાલ 15 હજાર જેટલાં સભ્યો છે, જે વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. ગુજરાતમાં સામાજિક પ્રવૃત્તિ અને નો હોર્ન મૂવમેન્ટ માટે જાણીતા પ્રો. ડો. ગોરા ત્રિવેદી જૂલાઇ 2017થી કેનેડામાં રહે છે અને ત્યાં પણ તેઓ સામાજિક કાર્યોમાં સક્રિય છે. આ વર્ષે 2019-20ના ગુજરાતી મંડળના કારોબારી સભ્યોમાં તેઓનો સમાવેશ ઓનરરી સેક્રેટરી થયો છે. ગોરાબેન આ વર્ષે બે નવી પ્રવૃત્તિ ગુજરાત દિવસ અને કેનેડા ડેની ઉજવણીની જવાબદારી સાથે મંડળમાં પોતાની ફરજ બજાવશે. 


ગુજરાતી મંડળના સીનિયર કારોબારી સભ્યો ઉપરાંત હાલની ટીમ મિનેશભાઇ પટેલ, વિપુલભાઇ પટેલ, વિરલભાઇ ગાંધી, ગોરાબેન ત્રિવેદી, અર્પિતભાઇ પરીખ, હેમાંગભાઇ પટેલ અને પ્રવિણભાઇ પાટીલ કેનેડામાં ગુજરાતને ધબકતું રાખવા પ્રયત્નશીલ રહેશે. 

Share
Next Story

ચાય પે ચર્ચા / કેનેડામાં એનઆરઆઇ દ્વારા 'ચાય પે ચર્ચા ફોર નમો' કાર્યક્રમનું આયોજન

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dr. Gora Trivedi appointed as secretary of the Gujarati Mandal of Calgary in Canada
(News in Gujarati from Divya Bhaskar)