યુકે / ભારતીય અબજપતિએ લંડન પોલીસ યાર્ડને ફાઇવ સ્ટાર હોટલમાં ફેરવ્યું, રિનોવેશન પાછળ 685 કરોડનો ખર્ચ કર્યો

  • આ ફાઇવ સ્ટાર હોટલમાં 153 કમરા છે 9 લાખ રૂપિયા એક રાતનું ભાડું છે
Divyabhaskar.com Mar 27, 2019, 04:51 PM IST

એનઆરજી ડેસ્કઃ ભારતીય અબજપતિ યુસુફ અલી કાદેરે સ્કોટલેન્ડસ્થિત લંડન પોલીસ યાર્ડને ભવ્ય ફાઇવ સ્ટાર હોટેલમાં ફેરવી દીધું છે. તે આ વર્ષના અંતમાં શરૂ થશે. યુસુફે 'ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડ' નામની આ ઇમારતને 2015માં 1000 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ફાઇવ સ્ટાર હોટલ બનાવવા માટે તેના રિનોવેશન પાછળ 75 મિલિયન પાઉન્ડ (આશરે 685 કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો. હોટલમાં 153 કમરા છે. અહીં એક રાત રોકાણનું ભાડું આશરે 9 લાખ રૂપિયા થશે. આ ઐતિહાસિક ઇમારતનો પટ્ટો ડિસેમ્બર 2013માં ગેલિયાર્ડ હોમ્સને વેચવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે તેને ફંડ મેળવવાના આશયથી વેચાણ કરી હતી. આ ઇમારતનું નિર્માણ 1829માં થયું હતું. કેરળ નિવાસી યુસુફ અબુ ધાબીના લુલુ જૂથના પ્રમુખ છે.

રિપોર્ટ મુજબ અહીં ગુનેગારોને રખાતા હતા તે કમરા પણ ભાડેથી મળી શકશે. હોટલમાં બાર, ચા પાર્લર, બૉલરૂમ અને રેસ્ટોરન્ટ પણ છે. અહીં મહેમાનોને લંડનના ચર્ચિત ગુનેગારોની યાદ અપાશે. તેમને કેદીઓ દ્વ્રારા તૈયાર કરાયેલી કલાકૃતિઓ પણ બતાવવામાં આવશે.

ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડમાં લંડન પોલીસ ગુનેગારોને રાખતી હતી. યુસુફ અલી કાદેરે 2015માં તેને ખરીદી થોડું રિનોવેશન કરાવ્યું છે. 

Share
Next Story

કાર્યવાહી / સ્ટર્લિંગ બાયોટેક કેસ મામલે ભાગેડુ હિતેષ પટેલની અલ્બાનિયામાંથી ધરપકડ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Great Scotland Yard has special relevance in UK history
(News in Gujarati from Divya Bhaskar)