Loading...

લંડનના યંગેસ્ટ NRI કાઉન્સલિર બનનાર 21 વર્ષની ગુજરાતી હુમૈરા દમણની મુલાકાતે

હુમૈરાના માતા પિતા અને પરિવાર ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વતની છે જેઓ વર્ષો અગાઉ લંડનમાં સ્થાઇ થઇ ગયા હતા

Divya Bhaskar Aug 30, 2018, 01:02 AM

વાપી: લંડનના હેકને વિસ્તારમાંથી કાઉન્સિલર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાનારી 21 વર્ષની હુમૈરા ગરાસિયાએ બુધવારે સંઘ પ્રદેશ દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ એકબીજાએ એક બીજા દેશની સ્થાનિક રાજનીતિ અને હાલના સ્થાનિક માહોલ વિશે વાતચીત અને ચર્ચા કરી હતી.

16 વર્ષની ઉમરે હુમૈરા રાજકારણમાં પ્રવેશી

હાલમાં સંઘપ્રદેશની મુલાકાતે આવેલી હુમૈરા માત્ર 16 વર્ષની ઉમરે લંડનના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હુમૈરાના માતા પિતા અને પરિવાર ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વતની છે જેઓ વર્ષો અગાઉ લંડનમાં સ્થાઇ થઇ ગયા હતા. હુમૈરાનો જન્મ અને ઉછેર પણ લંડનમાં જ થયો છે. ઇન્ટરનેશનલ યુનિવસિટી યોલ્ડ સ્મિથમાંથી તેણે રાજશાસ્ત્ર સાથે સ્નાતકની ડીગ્રી મેળવી છે. આ ઉપરાંત તેમણે લો માંથી પણ કાયદાશાસ્ત્રની ડીગ્રિ મેળવી હોવાનું જાણવા મળી રહયું છે.

ઐતિહાસિક દમણને જોવા માટે હું ઉત્સુક હતી:હુમૈરા

લંડનના હેકનેમાંથી કાઉન્સિરલ તરીકે ચૂંટાયેલી અને પાર્લામેન્ટર મેમ્બર રહી ચુકેલી હુમૈરા હાલમાં ભારત દેશની મુલાકાતે છે. આ દરમિયાન બુધવારે હુમૈરાએ સંઘપ્રદેશ દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ કેતન પટેલ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે બ્રિટિશ રાજનીતિજ્ઞ હુમૈરાનું સમગ્ર પ્રદેશવાસી વતી સ્વાગત કર્યુ હતું. ખાસ કરીને યુકે અને લંડનમાં વસવાટ કરતા પ્રદેશવાસી અને દેશવાસીઓના શ્રેમ કુશળ જાણીને કેતન પટેલે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

હુમૈરાએ બ્રિટિશ અને ઈન્ડિયા વચ્ચે પ્રગાઠતાનો આશાવાદ રાખીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પૂર્વ બ્રિટિશ પાર્લામેન્ટ મેમ્બર હુમૈરાએ પણ કેતન પટેલ પાસે ગુજરાત તથા દમણ દીવના રાજકીય અને સામાજીક માહોલ બાબતે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી. મૂળ ગુજરાતી 21 વર્ષીય હુમૈરા પ્રથમ એનઆરઆઇ છે જેમણે લંડનમાં પાર્લામેન્ટના મેમ્બર બનવાનું બહુમાન મળ્યું છે. માત્ર 16 વર્ષની વયે તે રાજકરણમાં પ્રવેશી હતી અને હાલમાં તે રૂલિંગ પાર્ટીની મેમ્બર પણ છે.


યુકે લંડનના હેકને વિસ્તારમાં હુમૈરાએ અનેક સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે. વિદ્યાર્થી કાળમાં જ તેઓ ત્યાંની સ્થાનિક રાજકીય પાર્ટી લેબર પાર્ટીના સભ્ય બનીને સક્રિય રાજકારણમાં જોડાયા હતા. સંઘપ્રદેશ દમણ દીવ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ કેતન પટેલ સાથે તેમણે ભારતીય રાજકારણ તથા સામાજીક વ્યવસ્થા ઉપર વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે ભવિષ્યમાં ફરીથી સંઘપ્રદેશ દમણમાં આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. દમણમાં વસતા અનેક સંબંધીઓને મળી તેઓ આનંદ વિભોર બની ગયા હતા. આ ઉપરાંત લંડનમાં પણ હુમેરાએ વિદ્યાથી તથા મહિલાઓ માટે અનેક લડત ચલાવી હતી. માત્ર 16 વર્ષની નાની ઉમરે રાજકારણમાં પ્રવેશી અને હાલમાં 21 વર્ષે પહોંચેલી હુમૈરા કોઇ વરિષ્ઠ રાજકીય નેતા જેવી વાતો કરતી જોવા મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Visit to Gujarati Humaira Daman, who will be the youngest counselor in the London NRIs
(News in Gujarati from Divya Bhaskar)