Loading...

40 દેશોનાં 1.5 કરોડ ફેસબુક યૂઝરે સોમનાથનાં દર્શન કર્યા, ગત વર્ષની સરખામણીએ આવકમાં 1 કરોડનો વધારો

શ્રાવણમાં સોમનાથના ફેસબુક પેજ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર સહિતના યૂઝરોએ સતત દાદાની ઝાંખી કરી

Divya Bhaskar Sep 11, 2018, 06:27 PM
આ વર્ષના શ્રાવણ માસમાં ગત શ્રાવણ કરતાં 1 કરોડની આવક વધી. (ફાઇલ)

એનઆરજી ડેસ્કઃ શ્રાવણ માસ ગઇકાલે સોમવારે પૂરો થયો છે. મહિના દરમ્યાન 20 થી 25 લાખ શિવભક્તો સોમનાથ આવ્યા. અને પ્રત્યક્ષરૂપે મહાદેવને શીશ ઝૂકાવ્યું. પરંતુ દુનિયાનાં 40 દેશોમાં વસતા જે શિવભક્તો રૂબરૂ સોમનાથ ન આવી શક્યા તેઓએ ફેસબુક, ટ્વીટ્ટર અને ઇન્સ્ટાગ્રામમાં મનભરીને સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા છે.

પાકિસ્તાનમાંથી 3 હજારથી વધુ શિવભક્તોએ કર્યા દર્શન


- આ અંગેની વિગતો આપતાં ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, એકલા ફેસબુકના જ 40 દેશોનાં 1.5 કરોડ યુઝર્સે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા.
- જ્યારે ટ્વીટ્ટરમાં 13.40 લાખ અને ઇન્સ્ટાગ્રામમાં 6.5 લાખ યુઝર્સે દાદાનાં દર્શન કર્યા. આ યુઝર્સમાં પાકિસ્તાનમાંથી 3 હજારથી વધુ શિવભક્તોએ પણ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા.
- આમ શ્રાવણ માસમાં સોશિયલ મીડિયામાં સોમનાથ દાદા છવાયેલા રહ્યા.
- આ વર્ષના શ્રાવણ માસમાં ગત શ્રાવણ કરતાં 1 કરોડની આવક વધી. તો સોમનાથ દાદાનાં દર્શન, પૂજાપાઠ અને મહામૃત્યુંજયનાં જાપમાં યંગ સ્ટર્સની સંખ્યા વધી છે. - મંદિરની વાર્ષિક આવક ગત વર્ષે સાડા ચાર કરોડ હતી એ વધીને આ વર્ષે 5.13 કરોડ થઇ છે.
- જેમાં 2 કરોડની તો પ્રસાદી ભાવિકો આરોગી ગયા છે. ટ્રસ્ટ દ્વારા દર સોમવારે પાલખીયાત્રા, ત્રીસેય દિવસ જુદા જુદા શણગાર, આરતી, પૂજાનાં દુનિયાભરનાં લોકોએ દર્શન કર્યા.
- 7 હજારથી વધુ મહામૃત્યુંજય જાપ-યજ્ઞ આખા શ્રાવણ માસ દરમ્યાન 7 હજારથી વધુ મહામૃત્યુંજય જાપ-યજ્ઞ, 231 ધજા પૂજા, 95 લોકોએ સવાલક્ષ બિલ્વપૂજા થઇ હતી. એકંદરે સોમનાથમાં શિવભક્તોનો ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 1.5 million Facebook users from 40 countries have worshiped Somnath
(News in Gujarati from Divya Bhaskar)