સાઉથ આફ્રિકાના બોત્સ્વાનામાં જંબુસરનાં પિતા-પુત્રનાં અકસ્માતમાં મોત

છેલ્લાં 15 વર્ષથી પરિવાર ધંધાર્થે દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો હતો

હબીબ અલી ટેલર કાવીવાલા અને અસદ કાવીવાલા દક્ષિણ આફ્રિકામાં ધંધાર્થે સ્થાયી થયા છે
Divyabhaskar.com Sep 12, 2018, 05:56 PM IST

એનઆરજી ડેસ્કઃ મૂળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના વતની અને હાલ વડોદરાના તાંદલજામાં રહેતા હબીબ અલી ટેલર કાવીવાલા અને અસદ કાવીવાલા દક્ષિણ આફ્રિકામાં ધંધાર્થે સ્થાયી થયા છે. આ બંનેના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યાં છે. 

 

- બોત્સ્વાનામાં પિતા-પુત્ર પોતાની દુકાનનો માલ લઇને પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓની કાર એકાએક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. 
- કારમાં સવાર પિતા હબીબ કાવીવાલા અને પુત્ર અસદનું ગંભીર ઇજાના કારણે મોત થયું છે. 
- હબીબ કાવીવાલા સાઉથ આફ્રિકા બોત્સ્વાનામાં છેલ્લાં 15 વર્ષથી રહેતાં હતા. તેઓનો પરિવાર છેલ્લાં 6 માસથી બોત્સ્વાનામાં સ્થાયી થયો હતો. 
- બોત્સ્વાનામાં પિતા પુત્રના મોતથી જંબુસરના કાવી સહિત તાલુકામાં ગમગીની છવાઇ ગઇ છે. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, અકસ્માતની વધુ તસવીરો... 

Share
Next Story

કચ્છમાં જમા કરાવેલા પૈસા કેન્યા લઇ જઇ રહ્યા છે ગુજરાતી, 2017થી અત્યાર સુધી 1000 કરોડનો ઉપાડ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: bharuch father and son died in accident in Botswana
(News in Gujarati from Divya Bhaskar)