ગુડ ન્યૂઝ / સેટ ટોપ બોક્સ બદલ્યા વગર હવે તમે તમારો કેબલ અને DTH ઓપરેટર બદલી શકશો, ડિસેમ્બરથી સેટ ટોપ બોક્સ પોર્ટેબિલિટી આવશે

  • યુઝર્સ સેટ ટોપ બોક્સમાં રહેલું કાર્ડ બદલીને કેબલ ઓપરેટર બદલી શકશે
  • TRAI દ્વારા કરવામાં આવેલો આ નવો ફેરફાર મોબાઇલ પોર્ટેબિલિટીની જેમ કામ કરશે
  • ડિસેમ્બર મહિનામાં આ સેવા શરૂ કરી દેવાશે
     
Divyabhaskar.com Apr 19, 2019, 06:08 PM IST

યુટિલિટી ડેસ્કઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ટૂંક સમયમાં જ એક એવી સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં યુઝર્સ સેટ ટોપ બોક્સને બદલ્યા વગર જ પોતાનો ઓપરેટર બદલી શકશે. એટલે ધારો કે જો તમે ટાટા સ્કાયનો ઉપયોગ કરતા હો અને તમારે એરટેલના પ્લાનમાં જવું હોય તો તમારે સેટ ટોપ બોક્સ અથવા ડિશ બદલાવવાની જરૂર નહીં પડે. TRAIના જણાવ્યા મુજબ, આ નવો ફેરફાર સર્વિસ મોબાઇલ પોર્ટેબિલિટી તરીકે કામ કરશે. યુઝર્સે પોતાના કેબલ ઓપરેટર બદલવા માટે ફક્ત સેટ ટોપ બોક્સમાં લગાવેલું કાર્ડ બદલવું પડશે. આ સેવા આ વર્ષે ડિસેમ્બર મહિના સુધીમાં શરૂ કરી દેવાશે.


જાણો TRAIનું શું કહેવું છે?
TRAIના ચેરમેન આર. એસ. શર્માનું કહેવું છે કે, 'છેલ્લાં બે વર્ષથી અમે સેટ ટોપ બોક્સ પોર્ટેબિલિટી પર કામ કરી રહ્યા છીએ, જેનાથી અમે માર્કેટમાં હાજર તમામ ડીટીએચ અને કેબલ ઓપરેટર્સ વચ્ચે સુમેળ સાધવામાં સફળ રહ્યા છીએ. આ પ્રયાસ હવે પૂર્ણ થવાના આરે છે.'


ચેનલ પસંદગીનું નવું માળખું અમલી બન્યા પછીનો બીજો ફેરફાર
TRAI દ્વારા 1 એપ્રિલથી ચેનલના પેકેજને લઇને ધરમૂળથી પરિવર્તન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રાહકોને પોતાની પસંદગીની ચેનલો સિલેક્ટ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. TRAI દ્વારા જાહેર કરવામાં આવેલ નવા ફ્રેમવર્ક હેઠળ તમામ ડીટીએચ અને કેબલ ઓપરેટરોએ તેમના યુઝર્સ માટે નવા પ્લાન રજૂ કર્યા હતા અને હવે TRAI નવો ફેરફાર લાવી રહી છે.

Share
Next Story

રાહત / ક્લેમ મેળવવો બનશે સરળ, હવે ઈન્શ્યોરન્સ કંપનીએ ગ્રાહકને ક્લેમ સ્ટેટસની દરેક ડિટેઇલ આપવી પડશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: you can change your dth operator without changing set top box
(News in Gujarati from Divya Bhaskar)