Loading...

PM મોદીએ શરૂ કરેલી PMAY યોજનામાંથી લેવી છે સબસિડી, આ રીતે કરી શકો છો અરજી

PMAY હેઠળ અરજી કરવાની આવી છે પ્રોસેસ, આટલી કેટેગરીમાં મળે છે લોન

Divyabhaskar.com Nov 07, 2018, 05:08 AM IST

યુટિલિટી ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં આવાસ યોજના(PMAY) શરૂ કરી હતી. જેનો હેતુ લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો હતો. પહેલા આ યોજનાનું નામ બધા માટે ઘર(હાઉસિંગ ફોર ઓલ) હતું. સરકારે 2022 સુધીમાં દેશના 26 રાજ્યોના 2508 શહેરોને આ યોજના હેઠળ લાવવાનો લક્ષ્ય છે. સરકારની યોજના એ છે કે આ સમયગાળા સુધીમાં 20 લાખ ઘર બનાવવામાં આવે અને શહેરી ગરીબોને મકાન અપાવીને ઝૂપડીઓની સંખ્યા ઘટાડવામાં આવે. જો તમે PMAY હેઠળ લોન લેવા માટે અરજી કરવા માગો છો તો આજે અમે અહીં આખી યોજના અંગે જણાવી રહ્યાં છીએ.

 

જો તમે PMAY હેઠળ લોન લેવા માટે અરજી કરવા માગો છો તો આજે અમે અહીં આખી યોજના અંગે જણાવી રહ્યાં છીએ.

PMAY હેઠળ અરજી કરવા માટેની જરૂરી માહિતી
- આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે આ માટે સરળ પ્રકાર શરૂ કરી છે. તમે એક ફોર્મ ભરીને અરજી કરી શકો છો. 
- ફોર્મ બે પેજનું છે, જેમાં તમારે તમારી તમામ જાણકારી આપવાની રહેશે.
- પહેલા પેજમાં આધાર નંબર વેરીફાઇ કરાવવાનો રહેશે. 
- બીજા પેજમાં અરજીકર્તાએ પોતાના અંગે જાણકારી આપવાની છે. જેમાં રાજ્ય, પરિવારના મોભીનું નામ, હાલનું સરનામુ વગેરે જાણકારી આપવાની રહેશે.
- વડાપ્રધાન આવાસ યોજનામાં વિવિધ કેટેગરીમાં લોન મળે છે.
- જેમાં મધ્ય આવક વર્ગ(MIG), નબળો આવક વર્ગ(LIG) અને આર્થિક રીતે પછાત વર્ગ(EWS).
- MIG માટે 6થી 18 લાખ રૂપિયા આવક મર્યાદા, LIG માટે ત્રણથી 6 લાખ રૂપિયા અને EWS માટે વાર્ષિક ત્રણ લાખ રૂપિયા આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે.
- જો તમે LIG અથા MIG કેટેગરીમાં આવો છો અને PMAY હેઠળ અરજી કરવા માગો છો તો તમે ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ(CLSS)નો લાભ ઉઠાવી શકો છો.

 

કેવી રીતે કરશો અરજી
- જો તમે PMAYનો લાભ ઉઠાવવા માગો છો તો તમારે તમારી વ્યક્તિગત જાણકારી આપવાની રહેશે.
- પ્રધાનમંત્રી આવાસ યોજનાની અધિકૃત વેબસાઇટ https://pmaymis.gov.in/ પર લોગ ઇન કરો.
- જો તમે MIG, LIG અથવા EWS કેટેગરીમાં આવો છો તો અન્ય 3 કોમ્પોનેન્ટ પર ક્લિક કરો.
- ત્યારબાદ એક પેજ ખુલશે. જેમાં આધાર કાર્ડની માહિતી ભરો. જો તમારો આધાર નંબર અને નામ સાચું હશે તો નવું પેજ ખુલશે.
- જેમાં તમારે તમારી સંપૂર્ણ માહિતી, સરનામુ, પરિવારના સભ્યો અંગે જાણકારી આપવાની રહેશે. બાદ નીચે આપવામાં આવેલા એક બોક્સ પર ક્લિક કરો.
- તમામ જાણકારી ભર્યા બાદ તમારે કેપ્ચા કોડ નાંખવો પડશે. બાદમાં આ ફોર્મ સબમિટ કરો.
- આટલી પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ PMAY માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. જો તમે ફોર્મ ભરતી વખતે કોઇ ભૂલ કરી હશે તો આધારની મદદથી તમે એ અરજીમાં સુધારો કરી શકો છો.

Share
Next Story

સૌથી મુશ્કેલ ગણાતી UPSCની એક્ઝામની તૈયારી કરી રહ્યાં છો તો ફોલો કરો 3-2-1-0 ઈ મેથડ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: want to take benefit of PMAY subsidy then know how to apply
(News in Gujarati from Divya Bhaskar)