યુપીએસસી 2019 / કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસિસ પરીક્ષાનું નોટિફિકેશન જાહેર, 965 પદો પર ભરતી અને 21 જુલાઈએ પરીક્ષા યોજાશે

Divyabhaskar.com Apr 19, 2019, 07:41 PM IST

યુટિલિટી ડેસ્કઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસિસ પરીક્ષાનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. નોટિફિકેશન અનુસાર આ વર્ષે કુલ 956 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો પર ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા 21 જુલાઈના રોજ યોજવામાં આવશે. યુપીએસસીએ પરીક્ષા માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પરીક્ષા માટે અરજી કરવા માગતા ઉમેદવારો યુપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઇને અરજી કરી શકે છે.


પદોનું વર્ગીકરણ
રેલવે માટે આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસર - 300 પદ
ફેક્ટરી માટે આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસર - 46 પદ
સેન્ટ્રલ હેલ્થ સર્વિસ માટે જુનિયર સ્કેલ પોસ્ટ - 250 પદ
દિલ્હી નગર નિગમ માટે જનરલ ડેપ્યુટી મેડિકલ ઓફિસર - 7 પદ
દિલ્હી નગર નિગમ માટે જનરલ ડેપ્યુટી મેડિકલ ગ્રેડ - 362 પદ


આ રીતે કરો અરજી

યુપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ upsconlin.nic.in પર જાઓ. હોમ પેજ પર કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસ પરીક્ષા 2019ની લિંક પર ક્લિક કરો. ત્યારબાદ 'part I registration' પર ક્લિક કરો. આ પેજ પર જે પણ માહિતી આપવામાં આવી છે તે ધ્યાનપૂર્વક વાંચી 'yes' પર ક્લિક કરો. માગવામાં આવેલી માહિતી ભરો અને ફી સબમિટ કરો. પોતાનો ફોટો અપલોડ કરો અને પછી સબમિટ પર ક્લિક કરી દો.

 

યોગ્યતા
યુપીએસસી સીએમએસ પદો પર અરજી કરવા માટે ઉમેદવારો પાસે એમબીબીએસની ડિગ્રી હોવી જોઇએ.
યુપીએસસી સીએમએસ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 32 વર્ષ હોવી જોઇએ.

Share
Next Story

ગુડ ન્યૂઝ / સેટ ટોપ બોક્સ બદલ્યા વગર હવે તમે તમારો કેબલ અને DTH ઓપરેટર બદલી શકશો, ડિસેમ્બરથી સેટ ટોપ બોક્સ પોર્ટેબિલિટી આવશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: upsc released combined medical services 2019 exam notification
(News in Gujarati from Divya Bhaskar)